ન્યૂઝ એજન્સી પીટીઆઇના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તે આ મજૂરોને મફતમાં અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપો જેથી મોટા પ્રમાણમાં પલાયને રોકી શકાય. સાથે રાજ્ય સરકારોને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે લોકડાઉન દરમિયાન હોટલ, હોસ્ટેલ, ભાડાના મકાનો ચાલતા રહે અને તેમને જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય જળવાઇ રહે.
વાસ્તવમાં કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે સરકારે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારબાદ ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂરો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા છે. આ મજૂરોની નોકરી અને કામ મળી રહ્યું નથી અથવા તો તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેઓની પાસે રૂપિયા ના હોવાના કારણે ભાડાનું મકાન લેવા કે જમવાની વ્યવસ્થા કરવામાં અસમર્થ છે.