નવી દિલ્હીઃ શુક્રવારે સંસદમાં નરેન્દ્ર મોદી સરકારમાં કાર્યકારી નાણામંત્રી બનાવવામાં આવેલ પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ અનેક કારણોસર સમગ્ર દેશમાં ચર્ચામાં રહ્યું છે. જોકે એક એવું કારણ પણ છે જેના કારણે બજેટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. બજેટ પૂરું થયા બાદ સંસદ ભવનની બહાર અનેક મંત્રીઓ નેતાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા.


આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જયંત સિંહાનો પણ મીડિયા ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું કે તેમની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો તેના પર ખૂબ મજા લઈ રહ્યા છે.

નાગરિક રાજ્ય ઉડ્ડયન મંત્રી જયંત સિંહા બજેટ સત્ર ખત્મ થયા બાદ સંસદની બહાર ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે ત્યાં તેમની પાછળ એક ટીનેજર યુવતી ઉભી હતી જે મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરા તરફ જોઈને હસતી આ યુવતીની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કેમેરો જોઈને યુવતી જીભ કાઢતી પણ જોવા મળી હતી. લોકો આ વીડિયો અને તસવીર પર બજેટથી લઈને ખૂબ ફની કમેન્ટ કરી રહ્યા છે. જુઓ વીડિયો....