નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આર્થિક મંદીને પર વિચિત્ર પ્રકારનું તર્ક આપ્યું છે. આર્થિક મંદીને ફિલ્મોની કમાણી સાથે જોડતા રવિશંકર પ્રસાદે કહ્યું કે ત્રણ-ત્રણ ફિલ્મો કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે તો પછી દેશમાં મંદી ક્યાં છે. તેમણે કહ્યું કે 2 ઓક્ટોબરની 3 ફિલ્મોએ 120 કરોડની કમાણી કરી છે. તેમણે જણાવ્યું કે દેશમાં મંદી નથી. આપણી અર્થવ્યવસ્થાનો આધારભૂત ઢાંચો મજબૂત છે અને મોંઘવારી પણ નિયંત્રણમાં છે.

મુંબઈમાં મીડિયાને સંબોધતા રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગની 268 ફેક્ટરીઓ છે, મેટ્રો અને રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી લોકોને રોજગારી મળી રહી છે. તેઓએ દાવો કર્યો કે એફડીઆઈ સૌથી ઊંચા સ્તરે છે. રવિશંકર પ્રસાદે એનએસએસઓ તરફથી નૌકરીને લઈને જાહેર કરેલા આંકડાઓને ફગાવી દીધા હતા.


કેન્દ્રીય મંત્રીએ પોતાના દાવાનું સમર્થનમાં ઈપીએફના આંકડાઓ જણાવ્યાં અને ખેડુતોની આત્મહત્યાના સંબંધે સવાલ પૂછવા પર જણાવ્યું કે અમે કારણો જાણી રહ્યાં છીએ. હાલમાં જ જાહેર કરેલા ઓગસ્ટ મહિનાના આંકડા અનુસાર ઔધોગિક ઉત્પાદન દરમાં 1.1 ટકા ઘટાડો નોંધાયો છે.