નવી દિલ્હી: મોદી સરકાર સંસદના પ્રથમ સત્રમાં ત્રણ તલાક પર રોક લગાવવામાં આવેલા બિલને પાસ કરાવવા માંગે છે. જેના માટે મોદી સરકારે તૈયારીઓ શરૂ કરી દિધી છે. આજે મોદી સરકારના મંત્રી નરેંદ્ર તોમર અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી આ મામલે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. બંને નેતાઓ આવનારા સત્રને લઈને વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે મોદી સરકાર સંસદના પ્રથમ સત્રમાં 10 અધ્યાદેશના કાયદામાં બદલાવની યોજના પર કામ કરી રહી છે. જેને લઈને ભાજપના સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જોશીએ કાલે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી હતી.

સરકાર ત્રણ તલાક, ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ, જમ્મુ અને કશ્મીર અનામત અને કમ્પનીઝ, બૈનિંગ ઓફ અનરેગુલેટેડ ડિપોઝીટ સ્કીમ જેવા અધ્યાદેશ પર કાયદો પાસ કરાવવા માંગે છે. સરકાર ઈચ્છે છે કે જે બિલોને ગત સરકારમા કાયદો નથી બનાવી શકી, તેને પ્રથમ સત્રમાં જ પાસ કરી કાયદો બનાવવામાં આવે.