આ પહેલા સીબીઆઈએ સોમવારે આ મામલે પોતાની દલીલ પૂરી કરી હતી અને બચાવ પક્ષના સાક્ષીઓના નિવેદન બંધ રૂમમાં રેકોર્ડ કરવાની પ્રક્રિયા 2 ડિસેમ્બરે પૂરી કરી હતી.
નિર્ભયા કેસ: દોષિત અક્ષયે SCમાં પુનર્વિચાર અરજીમાં કહ્યું- દિલ્હીમાં આમ પણ લોકો પ્રદુષણથી મરી રહ્યાં છે, મને ફાંસી કેમ ?
કુલદીપ સેંગર પર આરોપ છે કે, તેણે 2017માં એક યુવતીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના સમયે મહિલા સગીર વયની હતી. કોર્ટે આ મામલે સહ આરોપી શશિ સિંહ વિરુદ્ધ પણ આરોપ નક્કી કરી દીધાં છે.
સેંગર પર આરોપ લગાવનારી મહિલાની કારને જુલાઈમાં એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મહિલાના બે સંબંધીઓનું મોત નીપજ્યું હતું. જેના બાદ પીડિતાએ તેને ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો.