નવી દિલ્હીઃ દેશ આ સમયે કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે, કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરકારે આને રોકવા માટે તમામ સંભવ પગલા ભર્યા છે. આ બધાની વચ્ચે આપણી ચેનલ એબીપી ન્યૂઝે 'e-શિખર સંમેલન' આયોજિત કર્યુ છે.
'e-શિખર સંમેલન' દરમિયાન લૉકડાઉન તથા સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની માહિતી લેવામાં આવશે. 'e-શિખર સંમેલન'માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સવાલોના જવાબ આપ્યા. યોગી સીએમે કહ્યું કે તબલીગી જમાતના માણસોના સંક્રમણના કેસો છુપાવવાના કારણે આ ઝડપથી ફેલાયો. યુપીમાં 1650માંથી એક હજારથી વધુ કેસ જમાતા સાથે જોડાયેલા છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે નિઝામુદ્દીન મરકજમાં જ તબલીગી ગયા હતા, તેમને ખબર હતી કે વિદેશી આવેલા તબલીગી કોરોના પૉઝિટીવ છે, આ બધુ સંતાડવાનુ તેમને કામ કર્યુ. કોઇને બિમારી થઇ ગઇ તો કંઇક નહીં તેનો ઇલાજ કરવામાં આવશે. પણ તેને છુપાવીને સંક્રમણ ફેલાવવાનુ કામ કરશે તો તે ચલાવી લેવામાં નહીં આવે.
યોગીએ કહ્યું કે યુપીમાં સંક્રમણ ફેલાવવામાં તબલીગી જમાતના લોકો જ વધુ છે, પોલીસે મોટી સંખ્યામાં તબલીગી જમાતના લોકોને પકડીને તેમને ક્વૉરન્ટાઇન કરાવ્યા છે.
તબલીગીઓ છુપાયા જેના કારણે કોરોના ફેલાયો, યુપીમાં એક હજારથી વધુ કેસો જમાતના લોકોના છે- સીએમ યોગી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2020 03:08 PM (IST)
'e-શિખર સંમેલન' દરમિયાન લૉકડાઉન તથા સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની માહિતી લેવામાં આવશે. 'e-શિખર સંમેલન'માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સવાલોના જવાબ આપ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -