UP Election 2022: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા એક નવો નારો આપ્યો છે. તેમણે કહ્યું કે બસપા આ ચૂંટણીમાં એકલા હાથે લડી રહી છે. બીએસપી નેતાએ કહ્યું કે અમે કોઈની સાથે ગઠબંધન કર્યા વિના પૂરી તાકાતથી લડી રહ્યા છીએ.


પૂર્વ સીએમ માયાવતીએ કહ્યું કે આ વખતે અમારું ચૂંટણી સ્લોગન હશે 'દરેક પોલિંગ બૂથ જીતવાનું છે, બસપાને સત્તામાં લાવવાનીછે'. માયાવતીએ કહ્યું કે આજે હું યુપી ચૂંટણીના બીજા તબક્કા માટે 55 સીટોમાંથી 51 ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છું. મને આશા છે કે પાર્ટીના કાર્યકરો સખત મહેનત કરશે અને બસપા 2007ની જેમ સરકાર બનાવશે.


માયાવતીએ કાર્યકરોને શું કરી અપીલ ?


માયાવતીએ કહ્યું કે આ ચૂંટણી કોરોનાના સમયમાં થઈ રહી છે. તેમણે કાર્યકરોને કહ્યું- ચૂંટણી પંચના નિયમોનું પાલન કરીને તમારા ઉમેદવારોને જીતાડો, તો જ અમારી સરકાર બનશે. તેમણે આશા વ્યક્ત કરી કે બસપાના કાર્યકર્તાઓ તમામ નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરશે.





રાજધાની લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માયાવતીએ કહ્યું કે પંજાબમાં બસપા અકાલી દળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. નોંધનીય છે કે ભૂતકાળમાં બસપાએ પણ પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન



  • 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન

  • 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન

  • 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન

  • 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન

  • 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન

  • 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન

  • 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન

  • 10 માર્ચે પરિણામ