મુંબઇઃ મુંબઈમાં એક ઈમારતમાં આગની ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.  તાડદેવ વિસ્તારમાં આવેલ ઈમારતના 18મા માળે આગ લાગી હતી.. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઈમારત 20 માળની છે. જેના 18મા માળે અચાનક આગ લાગતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી છે. ફાયરની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. ઇજાગ્રસ્તોને ભાટિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જેમાંથી ત્રણ આઇસીયુમાં છે અને 12ને સામાન્ય વોર્ડમાં દાખલ કરાયા છે.





એક રિપોર્ટ અનુસાર તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે સ્થિત કમલા સોસાયટી નામની 20 માળની ઇમારતમાં સવારે સાડા સાત વાગ્યે આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમારતની 18મા માળે આગ લાગી હતી. આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


મુંબઇના મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે હાલમાં આગને કાબૂ લેવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ ઘટનામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. છ લોકોને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની જરૂર હતી અને તેઓને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યા છે.


Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....


 


Punjab BJP Candidates List 2022: ભાજપે પંજાબમાં ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ


 


કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે આ ત્રણ પ્લાન, મળશે ફાસ્ટ સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ, જાણો..........


iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........