Mayawati On Winning UP: બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં સરકાર બનાવશે અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ(Yogi Adityanath)ને તેમના મઠમાં પાછા મોકલશે. તેમણે સીએમ યોગી પર છેલ્લા પાંચ વર્ષમાં સંકુચિત, જાતિવાદી માનસિકતા સાથે કામ કરવાનો અને દરેક સ્તરે દલિતો, પછાત અને મુસ્લિમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો.


એક ચૂંટણી સભાને સંબોધતા બસપાના સુપ્રીમોએ કહ્યું કે તમારા લોકોની ભીડ અને ઉત્સાહ જોઈને લાગે છે કે આ વખતે તમે પૂર્ણ બહુમતી સાથે બસપાના નેતૃત્વમાં ફરી સરકાર બનાવશો અને તમારા બહેનજીને પાંચમી વખત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી પણ બનાવશો.   તમે લોકો યોગીજીને તેમના મઠમાં પાછા મોકલશો,  જ્યાં તેમની યોગ્ય  જગ્યા છે.


યોગી સરકારમાં દલિતોની ઉપેક્ષા થઈઃ માયાવતી


માયાવતીએ કહ્યું કે યોગીજીને મઠમાં મોકલવા પણ જરૂરી છે કારણ કે તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમણે દલિતો, અન્ય પછાત વર્ગો, ખાસ કરીને દલિતો અને અન્ય પછાત વર્ગના લોકોની ઉપેક્ષા કરી હતી.  મુસ્લિમોના વિકાસ અને ઉત્થાન અને તેમની સુરક્ષા વગેરે પર ધ્યાન આપ્યું નથી, પરંતુ દ્રેષ ભાવના રાખી ખોટા કેસમાં ફસાવવા અને તેમને બરબાદ કરવાનું કામ કર્યું છે. 


બીએસપી પ્રમુખે દાવો કર્યો હતો કે આ પ્રકારની ખરાબ હાલત આ વખતે ઉચ્ચ જાતિઓ, ખાસ કરીને બ્રાહ્મણોની જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે તેથી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેના મુખ્યમંત્રીને સત્તા પરથી હટાવવાનો અને તેમને પાછા ન આવવા દેવા બદલ સજા કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી જે પણ તબક્કામાં મતદાન થયું છે તેમાં બહુજન સમાજ પાર્ટીના ખૂબ સારા રિપોર્ટ મળી રહ્યા છે.


તેમણે એમ પણ કહ્યું કે મીડિયા ખાસ કરીને ઓપિનિયન પોલ અને સર્વેમાં બસપાને ગણકારતું નથી, જ્યારે પરિણામના દિવસે મીડિયાનો ચહેરો ઉતરી જશે અને  મીડિયાને લાગશે કે તેણે ખોટું કર્યું છે. બસપા સુપ્રીમોએ કહ્યું કે જો બસપાનું શાસન આવશે તો ફરીથી વિકાસ સાથે શાંતિ થશે.