UP Elections: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રવિવારે પદાધિકારી પ્રતિજ્ઞા સંમેલનમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે.  તેણે અમે તમામ સીટ પર લડીશું,પોતાના બળ પર લડીશું. અમે અહીંયા કોંગ્રેસને મજબૂત કરવા આવ્યા છીએ. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશમાં સત્તાધારી પાર્ટી બીજેપી અને વિપક્ષ પાર્ટીઓ એસપી તથા બીએસપી પર પ્રહાર કર્યા હતા.


બીજેપી પર સાધ્યું નિશાન


પ્રિયંકા ગાંધીએ પદાધિકારી સંમેલનને સંબોધિત કરતા કહ્યું, નેહરજીએ કહ્યું હતું કે ભારત માતા કી જયના નારામાં ખેડૂત, મજૂર, મહિલા, શ્રમિક, સૈનિક, એક-એક દેશવાસીનો જય છે. ગાંધી, નેહરુ, પટેલ, આંબેડકર જેવા તમામ સ્વતંત્રતા સેનાનીને આઝાદીનો મતલબ ખબર હતી. તેમણે આઝાદીની કિંમત ખબર હતી. જે લોકોએ આઝાદી માટે લોહી-પરસેવો નથી પાડ્યો તેમને આઝાદીનો મતબલ સમજાતો નથી. તેથી બીજેપી નેતૃત્વ આઝાદીનો આદર નથી કરતું.


પ્રિયંકા ગાંધીએ કહ્યું, કોંગ્રેસ માત્ર વિકાસ જ નથી લાવી, ભાઈચારો પણ વધાર્યો છે. ફરી એક વખત કરો યા મરોનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, આમ લોકોનું દર્દ છે કે અમને મોંઘવારી મારી રહી છે. લોકોની પડી નથી માત્ર વોટબેંકની જ પડી છે. પેટ્રોલને 70 રૂપિયા સુધી લઈ જતાં 70 વર્ષ લાગ્યા હતા પરંતુ 7 વર્ષમાં પેટ્રોલ 100 રૂપિયાપર પહોંચી ગયું.


મોંઘવારી દૂર કરવાનો વાયદો


પ્રિયંકા ગાંધીએ કહ્યું, કોંગ્રેસ જ આ દેશની સચ્ચાઈ સામે લાવી શકે છે. કોંગ્રેસ જ લડી રહી છે. તેમણે કહ્યું, સૌથી પહેલા અમારું લક્ષ્ય અમારી પાર્ટીને મજબૂત કરવાનું છે. કારણકે અમારે મોંઘવારી દૂર કરવી છે. અમે લોકતંત્ર ફરીથી સ્થાપિત કરવા ઈચ્છીએ છીએ.