ઉત્તર પ્રદેશ: દેશભરમાં સતત વધી રહેલી રેપની ઘટનાઓને લઈને દેશભરમાં આક્રોશ છે. ત્યારે ઉન્નાવ ગેંગ રેપ મામલે યુપીના મંત્રીએ વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. યુપીના મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, 100 ટકા ક્રાઈમ ન થવાની ગેરંટી તો ભગવાન રામ પણ નથી આપી શકતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં રેપ પીડિતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે અને તેની સ્થિતિ ગંભીર છે. તેને દિલ્હી લઈ જવાઈ છે.


હૈદરાબાદની ઘટના બાદ રસ્તાથી લઈને સંસદ સુધી આરોપીને કડકમાં કડક સજાની માંગ ઉઠી રહી છે. વિપક્ષ સતત સરકાર પર સવાલ ઉઠાવી રહ્યું છે. બીજી તરફ સરકારનો બચાવ કરતા યૂપની કેન્દ્રીય મંત્રી રણવેન્દ્ર પતાપ સિંહે કહ્યું કે યોગી અને મોદી સરકારમાં આરોપીઓને સંરક્ષણ નથી મળતું. ક્રાઈમ દરેક સરકારમાં થાય છે. પરંતુ અમારી સરકારમાં દોષીઓ વિરુદ્ધ સમય પર કડક કાર્યવાહી થઈ છે. અમે આરોપીઓને જેલમાં નાખ્યા છે.

રણવેન્દ્ર પતાપ સિંહે કહ્યું સમાજ છે તો 100 ટકા ક્રાઈમ ન થવાની ગેરંટી રામ ભગવાન પણ નથી આપી શકતા.પરંતુ કોઈ ગુનો કરે છે તો દોષીઓને કડકમાં કડક સજા અપાશે તે નક્કી છે.