UP MLA Election : ઉત્તર પ્રદેશમાં ભાજપે ફરી એકવાર વિપક્ષનો સફાયો બોલાવી વિજયધ્વજ લહેરાવી દીધો છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજકીય ફરી એકવાર વધ્યું છે. તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદની પાંચ બેઠકોની માટેની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ 5 માંથી ચાર બેઠકો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ખાતે કરી હતી જ્યારે એક બેઠક અપક્ષ જીતી હતી. સમાજવાદી પાર્ટી અને બસપાને જબ્બર ફટકો પડ્યો છે. બંનેને એક પણ બેઠક મળી નથી. 


વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીને વિધાનસભાના ઉપલા ગૃહમાં વિપક્ષના નેતાનો દરજ્જો મળવાની આશા ઠગારી નીવડી છે. નોંધનીય છે કે, વિધાન પરિષદના ત્રણ સ્નાતક અને બે શિક્ષક મતવિસ્તારમાં મતદાન 30 જાન્યુઆરીએ થયું હતું અને ગુરુવારે સાંજે મતગણતરી શરૂ થઈ હતી અને શુક્રવારે પૂર્ણ થઈ હતી. બરેલી, ઝાંસી, ગોરખપુર અને કાનપુર જિલ્લામાં મતગણતરી થઈ. મુરાદાબાદમાં ગ્રેજ્યુએટ મતવિસ્તારની મત ગણતરી બરેલીમાં પણ થઈ હતી.


ઉપલા ગૃહ (વિધાન પરિષદ)માં સમાજવાદી પાર્ટી પાસે નવ સભ્યો છે અને રાજ્યના ઉચ્ચ ગૃહમાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટે વધુ એક સભ્યની જરૂર હતી. ઉત્તર પ્રદેશમાં 403 સભ્યોની વિધાનસભામાં મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટી પાસે જરૂરી સંખ્યા છે અને તેના પ્રમુખ અખિલેશ યાદવ વિપક્ષના નેતા છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને વિજેતાઓને અભિનંદન આપ્યા હત્યાં અને કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણીમાં જીતેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન! રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો આ વિજય આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારમાં અપાર જનતાના વિશ્વાસનું પ્રતિક છે.


વિધાન પરિષદમાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 79 થઈ


ભાજપે ગોરખપુર-ફૈઝાબાદ મંડલ સ્નાતક મતવિસ્તાર, અલ્હાબાદ-ઝાંસી મંડળ શિક્ષક મતવિસ્તાર, બરેલી-મુરાદાબાદ મંડળ સ્નાતક મતવિસ્તાર અને કાનપુર મંડળ સ્નાતક મતવિસ્તારની બેઠક જીતી છે. કાનપુર મંડલ શિક્ષક મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર રાજ બહાદુર સિંહ ચંદેલ જીત્યા હતાં. આ જીત સાથે 100 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 79 થઈ ગઈ છે. બહુજન સમાજ પાર્ટી, અપના દળ (સોનેલાલ), નિષાદ પાર્ટી, જનસત્તા દળ લોકતાંત્રિક પાસે વિધાન પરિષદમાં એક-એક બેઠક છે.