મોદી અને બાઇડેનની વાતચીત પર વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડી જણાવ્યું, બંને દેશના નેતાઓ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપવાને લઈ ચર્ચા થઈ. બાઈડેન વિશ્વભરમાં લોકતાંત્રિક મૂલ્યોના પ્રસારની વાત કહી અને ભારત સાથે વ્યાપક તથા મજબૂત સંબંધો બનાવવા પર ભાર મૂક્યો. બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોની વાતચીત પર ભારતીય રાજદૂત ટીએસ સંધૂએ કહ્યું, ભારત અને અમરેકિના સંબંધો નવી ઊંચાઈએ પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. વૈશ્વિક પડકાર પાર પાડવા ભારત-અમેરિકા સાથે મળીને કામ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેને 20 જાન્યુઆરીએ શપથ લીધા હતા. તેની સાથે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.
રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ