Uttar Pradesh Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને લઈ રાજકીય  માહોલ ગરમાયો  છે. પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને નેતાઓ બીજા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ABPના કાર્યક્રમ 'ઘોષણાપત્ર'માં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સ્મિત સાથે ખૂબ જ તીખા સવાલોના જવાબો આપ્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે લોકો કોંગ્રેસ પર ટુકડે-ટુકડે ગેંગના લીડર હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેઓએ સમજાવવું જોઈએ કે ટુકડે-ટુકડે ગેંગ શું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચાલો 70 વર્ષનો ઉલ્લેખ કરીએ, સાત વર્ષની વાત કરો.  તેમણે કહ્યું કે રાજકારણ હવે સોદામાં ફેરવાઈ ગયું છે.


પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીની જનતાએ તમામ પાર્ટીઓની કસોટી કરી લીધી છે, યુપીની જનતાએ સાંપ્રદાયિકતા અને જાતિની રાજનીતિ જોઈ છે. જ્યારે હું લોકોને મળું છું ત્યારે એવું લાગે છે કે લોકો માટે આજીવિકા મેળવવી મુશ્કેલ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.


પ્રિયંકા ગાંધીએ ઘોષણાપત્રમાં એ આરોપોના  પણ જવાબ આપ્યા જે ઘણા સમયથી લગાવવામાં આવી રહ્યા હતા.  પ્રિયંકા ગાંધીએ એ પણ જણાવ્યું કે કોંગ્રેસના જૂના નેતાઓ શા માટે પાર્ટીથી અલગ થયા. પ્રિયંકા ગાંધીએ કાયદો અને વ્યવસ્થા અંગે પણ મહત્વની વાત કહી. તેમને પૂછવામાં આવ્યું કે તમે કહો છે કે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે, પરંતુ ભાજપ તેને પોતાનો આધાર બતાવે છે. ભાજપ કહે છે કે અમે ગુનેગારો સામે કાર્યવાહી કરી તેમને રાજ્યની બહાર મોકલી દીધા. પ્રિયંકા ગાંધીએ મંદિર જવાના સવાલનો પણ જવાબ આપ્યો.


પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને યુપીના પ્રભારી છે. યૂપીના જંગમાં પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો છે. તેમના માટે યુપીમાં કોંગ્રેસનો જનાધારની વાપસની પડકાર છે. પ્રિયંકાએ બાળપણથી જ રાજકારણ જોયું છે, પરંતુ તે 2019થી સક્રિય રીતે રાજકારણમાં આવ્યા છે. પ્રિયંકાએ ઉન્નાવ, હાથરસ અને લખીમપુરમાં દરેક જગ્યાએ સરકાર સામે મોરચો  ખોલ્યો હતો. લડકી હૂં લડ  શક્તિ હૂં ના નારા આપીને તેમણે યુપીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપી.