લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂટણી પહેલા બીએસપી અને કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.  અનેક દિગ્ગજ નેતાઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પાર્ટી અને સંગઠને મજબૂત કરવામાં લાગેલી સમાજવાદી પાર્ટીએ મંગળવારે કેટલાક પક્ષના દિગ્ગજ નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા હતા. સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં વિભિન્ન જિલ્લાના અનેક નેતાઓ પણ સપામાં જોડાયા હતા.

સપા પ્રદેશ કાર્યાલય પર આયોજીત પ્રેસ કોન્ફ્રેન્સમાં બદાયુંથી પાંચ વખત સાંસદ રહી ચૂકેલા કેન્દ્રીય મંત્રી સલીમ શેરવાની, આંબેડકર નગરથી બસપાના પૂર્વ સાંસદ ત્રિભુવન દત્ત, બસપાના ધારાસભ્ય રહી ચૂકેલા આસિફ ઉર્ફ બબ્બુ ખા, બસપા ધારાસભ્ય અસલમ ચૌધરીના પત્ની સહિત અનેક સમાજવાદી પાર્ટીના નેતા જોડાઈ ગયા છે.



નેતાઓએ કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનાવવા માટે કામ કરશે. આ અવસર પર જનવાદી પ્રાટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ચૌહાણ અને મહાન દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઉપસ્થિત કર્યા હતા. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ જૂઠી પાર્ટી છે અને તેને હરાવવા માટે જે પણ લોકો સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ રહ્યાં છે અમે તેમનું સ્વાગત કરીએ છીએ.