Uttarakhand News: વિવાદોની વચ્ચે બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Bageshwar Dham Maharaj Dhirendra Krishna Shastri) આ સમયે ઉત્તરાખંડ પહોંચ્યા છે. તેમને એક વીડિયો શેર કરીને આના વિશે જાણકારી આપી છે. આમાં તેમને પોતાના વિરોધીઓને પણ ચેતાવણી આપી છે. નિવેદનો પર ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક નવા મિશન પર નીકળી ગયા છે. 

Continues below advertisement


બાગેશ્વર ધામથી નીકળેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સીધા હિમાલય પહોંચ્યા. બાબા હવે ફેબ્રુઆરીમાં બાગેશ્વર ધામમાં થનારા યજ્ઞ કાર્યક્રમમાં સંતોને નિમંત્રણ આપવા માટે નીકળ્યા છે. તેમના આ મિશનનું કેન્દ્ર પણ સનાતન અને હિન્દુ રાષ્ટ્ર છે. વળી, ખબર છે કે, તેમને આચાર્ય બાલકૃષ્ણ સાથે પણ મુલાકાત કરી છે. હાલમાં બાબા બાગેશ્વરને લઇને રાજકારણ પણ ગરમાયું છે.


શું કહ્યું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ - 
કાલે એક વીડિયો જાહેર કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે આજે, 27 તારીખ છે અને અમે યાત્રા પર નીકળ્યા છે. હું 2-3 દિવસની યાત્રા પર છું. બાગેશ્વર બાલાજીના ચરણોની કૃપાથી અને સન્યાસી બાબાની કૃપાથી જે યજ્ઞ થવા જઇ રહ્યો છે, તેમાં તમામ સ્થાનોના તીર્થોના સંતો મહાપુરુષોને આમંત્રણ આપવા માટે અમે નીકળ્યા છીએ. અમે બહુ જલદી ફરી બાગેશ્વર ધામ આવી રહ્યાં છીએ. હિમાલયની દિવ્ય ભૂમિ અને ઉત્તરાખંડના ક્ષેત્ર જ્યાં મોટા મોટા ઋષિ મુનિ અને મહાત્માના સ્થાનોના પદચિન્હોના આશીર્વાદ લઇને અમે તમામ સંતોને આમંત્રણ આપી રહ્યાં છીએ. અમે બહુ જલદી બાગેશ્વર આવીશું. તમે બધા ઇન્તજાર કરો અને સનાતનનો ઝંડો લગાવી રાખો. 'કાયદે મે રહેંગે તો ફાયદે મે રહેંગે'.... 


વધી રહી છે લોકપ્રિયતા  -
વળી, વિવાદોની વચ્ચે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેમના વિરોધીઓ અને સમર્થકોની સંખ્યા પણસતત વધી રહી છે. તેમના પર ચમત્કારના માધ્યમથી અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ છે. વળી, કેટલાક મુસ્લિમ ધર્મગુરુ તેમના પર ધર્માંતરણ કરાવવા અને ઇસ્લામને કમજોર કરવાનું કાવતરુ રચવાનો આરોપ લગાવી રહ્યાં છે.


મહારાષ્ટ્રની નાગપુરની સંસ્થા અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર કેટલાય ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે, તે જાદુ ટોળાને પ્રોત્સાહન આપી રહ્યાં છે, અને ધર્મના નામ પર લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.