Uttarkashi Tunnel News: ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું ઓપરેશન લગભગ સફળ રહ્યું છે. ડ્રિલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે કામદારો ગમે ત્યારે બહાર આવી શકે છે. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આશા છે કે બહુ જલદી સારા સમાચાર મળે. શ્રમિકોને ઝડપથી હૉસ્પિટલ લઇ જવા માટે ગ્રીન કૉરીડોર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શ્રમિકો બહાર આવતાની સાથે જ તેમને સ્વાસ્થ્ય તપાસ માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવશે. આ દરમિયાન અમે તમને શ્રમિકો સાથે જોડાયેલી દરેક માહિતી જણાવી રહ્યા છીએ. જાણો અહીં ટનલમાં 17 દિવસથી ફસાયેલા શ્રમિકો કયા રાજ્યમાંથી કેટલા છે....


આ રાજ્યોના રહેવાસી છે ફસાયલા શ્રમિકો 


ઉત્તરાખંડ - 2


હિમાચલ પ્રદેશ - 1


ઉત્તર પ્રદેશ - 8


બિહાર - 5


પશ્ચિમ બંગાળ - 3


આસામ - 2


ઝારખંડ - 15


ઓડિશા - 5



ટનલમાં ફસાયેલા શ્રમિકોના નામ 


ગબ્બર સિંહ નેગી, ઉત્તરાખંડ


સબાહ અહેમદ, બિહાર


સોનુ શાહ, બિહાર


મણિર તાલુકદાર, પશ્ચિમ બંગાળ


સેવિક પાખેરા, પશ્ચિમ બંગાળ


અખિલેશ કુમાર, યુ.પી


જયદેવ પરમાણિક, પશ્ચિમ બંગાળ


વીરેન્દ્ર કિસ્કુ, બિહાર


સપન મંડળ, ઓડિશા


સુશીલ કુમાર, બિહાર


વિશ્વજીત કુમાર, ઝારખંડ


સુબોધ કુમાર, ઝારખંડ


ભગવાન બત્રા, ઓડિશા


અંકિત, યુ.પી


રામ મિલન, યુપી


સત્યદેવ, યુ.પી


સંતોષ, યુ.પી


જય પ્રકાશ, યુપી


રામ સુંદર, ઉત્તરાખંડ


મનજીત, યુપી


અનિલ બેડિયા, ઝારખંડ


શ્રેજેન્દ્ર બેદિયા, ઝારખંડ


સુક્રમ, ઝારખંડ


ટીકુ સરદાર, ઝારખંડ


ગુણોધર, ઝારખંડ


રણજીત, ઝારખંડ


રવિન્દ્ર, ઝારખંડ


સમીર, ઝારખંડ


વિશેષ નાયક, ઓડિશા


રાજુ નાયક, ઓડિશા


મહાદેવ, ઝારખંડ


મુડતુ મુર્મ, ઝારખંડ


ધીરેન, ઓડિશા


ચમરા ઉરાવ, ઝારખંડ


વિજય હોરો, ઝારખંડ


ગણપતિ, ઝારખંડ


સંજય, આસામ


રામ પ્રસાદ, આસામ


વિશાલ, હિમાચલ પ્રદેશ


પુષ્કર, ઉત્તરાખંડ


દીપક કુમાર, બિહાર


ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી






મુખ્યમંત્રી પુષ્કર ધામી શું બોલ્યા
મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લખ્યુ હતું કે બાબા બૌખ નાગજીની અસીમ કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા તમામ બચાવદળના કર્મચારીઓના અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે મજૂરોને બહાર કાઢવા માટે ટનલમા પાઇપ નાખવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જલદી તમામ મજૂર ભાઇઓને બહાર કાઢવામાં આવશે.