નવી દિલ્હી: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માની પત્ની વિમલા શર્માનું અવસાન થયું છે. શુક્રવારે મોડી રાતે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિમલા શર્માની તબીયત બગડતા થોડા દિવસ પહેલાજ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
93 વર્ષીય વિમલા શર્માએ થોડા સમય પહેલા જ કોરોના વાયરસને મ્હાત આપી હતી. કોરોનાથી સંક્રમિત થતા તેઓને 6 જૂન એમ્સમાં દાખલ કરાયા હતા. 18 દિવસ સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એમ્સના ટ્રોમ સેન્ટરમાંથી રજા આપી દેવાઈ હતી. તેઓ કોરોના સામે જીત ગયા હતા પરંતુ તેમને કિડની તથા અન્ય બીમારીઓ પણ હતી.
વિમલ શર્માના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે દુખ વ્યક્ત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડૉ. શંકર દયાળ શર્મા 1992થી 1997 સુધી દેશના નવમાં રાષ્ટ્રપતિ રહ્યાં હતા. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માના પત્નીનું નિધન, થોડા સમયે પહેલા જ કોરોનાને આપી હતી મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2020 02:02 PM (IST)
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માની પત્ની વિમલા શર્માનું અવસાન થયું છે. 93 વર્ષીય વિમલા શર્માએ થોડા સમય પહેલા જ કોરોના વાયરસને મ્હાત આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -