Gujarat Rain: સમગ્ર દેશમાં હવામાને (weather)ફરી એકવાર વળાંક લીધો છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની (rain) ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. ચાલો જાણીએ દેશભરમાં હવામાન અપડેટ્સ


દિલ્હી-NCR સહિત દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. દિલ્હીમાં સતત પડી રહેલા વરસાદથી ગરમીથી રાહત મળી રહી છે પરંતુ અન્ય રાજ્યોમાં વરસાદે લોકોની હાલત કફોડી બનાવી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને (heavy rain) કારણે પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં કેવું રહેશે હવામાન?


ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી


ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં બે-ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, દાહોદ અને પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર  કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે. તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વધુ સક્રિય થવાની ધારણા છે.


શનિવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. દરમિયાન, હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પાલઘર, થાણે અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.                                      


આ પણ વાંચો   


Gujarat Rain forecast: આ 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ