નવી દિલ્લીઃ ભારતીય નૌસેનાનું સૌથી શક્તિશાળી યુદ્ધ જહાંજ મોરમુગાઓ સમુદ્રમાં ઉતારવામાં આવ્યું છે. મુબંઇના મઝગાંવ યાર્ડમાંથી તેને જલાવરણ કરવામાં આવ્યું હતું. જોકે હાલમાં તેને હથિયારોથી સજ્જ કરવાનું બાકી છે. તેને બે વર્ષ બાદ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ સમયે મુંબઇ સ્થિત મઝગાંવ ડૉકયાર્ડ લિમિટેડ (MDL)એ આ જહાજને તૈયાર કર્યું છે.


મોરમુગાઓ ખુબ જ શક્તિશાળી અને ખતરનાક યુદ્ધ જહાજ હશે. તેમા 6 બ્રમ્હોસ્ત્ર મિસાઇલને તૈનાત કરવામાં આવશે. તે 56 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે સમુદ્રના 75 હજાર વર્ગ કિલોમીટર પર નજર રાખશે. તેની ખાસ વાત એ છે કે, મોરમુગાઓ મિસાઇલને પણ પછાડી શકે છે. તેને સ્ટેલ્થ ટેકનીકથી બનાવવામાં આવ્યું છે. આ પરમાણુ, જૈવિક રાસાયણિક યુદ્ધ સમયે પણ બચાવ કરવામાં સક્ષમ છે. તેનો વજન સૌ ટન અને લંબાઇ 163 મીટર છે. આ યુદ્ધ જહાજ દેશી બનાવટનું છે.