Viral Video: આંધ્રપ્રદેશમાં એક હાઇવે પર બીયરથી ભરેલો ટ્રક પલટી જતાં લોકોએ બીયરની ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. હાઇવે પર બીયર લૂંટવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો બીયરની એક બોટલ લેવા આમ-તેમ ભાગી રહ્યા છે.
ક્યાંની છે ઘટના
આ મામલો આંધ્રપ્રદેશના અનાકાપલ્લીનો છે. મંગળવાર, 6 જૂનના રોજ બીયરના 200 કાર્ટૂન લઈ રહેલો ટ્રક પલટી ગયો હતો. જેના કારણે તમામ બીયર બોક્સ સડક પર પડ્યા. આસપાસના લોકોને બીયરની બોટલો હોવાની જાણ થતાં જ લૂંટવા દોડ્યા હતા.
બીયર લૂંટવામાં બાળકો પણ સામેલ
બીયર લૂંટવાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બીયર લૂંટનારામાં બાળકો, નવ યુવાનોથી લઈ વૃદ્ધો સામેલ છે. જે તેમના હાથમાં બીયરની જેટલી બોટલો સામે તેટલી લઈને જતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં લોકો બોટલો ઉપાડીને ભાગતા પણ જોવા મળી રહ્યા છે.
લોકો બીયરની લૂંટ ચલાવનારાઓ તરફ ઈશારો કરતા જોવા મળ્યા
જોકે ટ્રક પલટી જવાને કારણે હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, પરંતુ વાહનો ધીમી ગતિએ જતા જોવા મળે છે. પરંતુ, રસ્તાની બાજુમાં બીયરની લૂંટ કરનારાઓને જોવા માટે ભીડ હતી, તેમાંથી કેટલાક બીયરની વિશાળ બોટલો તરફ ઇશારો કરીને તેમને ઉપાડવાનું કહી રહ્યા છે.
બાઇકર્સ પણ પાછળ નથી
બીયર લૂંટવામાં બાઈકર્સ પણ પાછળ રહ્યા ન હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો હેલ્મેટ પહેરીને હાઈવેની બાજુમાં બાઇક પાર્ક કરીને બોટલો ઉપાડી રહ્યા છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે લોકો આ બિયરની બોટલને ઝડપથી ઉપાડવાનું કામ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં અવારનવાર અવનવા વીડિયો વાયરલ થતાં રહે છે. આ દિવસોમાં ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને બધા હસી રહ્યા છે. વિકરાળ પ્રાણીઓ માણસો પર હુમલો કરતા હોય તે વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ આજે તમે જે જોશો, તમે તેના પર બિલકુલ વિશ્વાસ કરી શકશો નહીં. ટ્વિટર પર વાયરલ થયેલા વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિએ મગરને જોરદાર પાઠ ભણાવ્યો છે. એક વૃદ્ધ માણસને તેના બગીચામાં એક મગર ફરતો જોવા મળ્યો. પછી તેને ભગાડવા માટે તેણે એવી યુક્તિ અપનાવી, જેના પછી મગરને તેની બાકીની ઈજ્જત બચાવીને ભાગવું પડ્યું.