Weather Forecast: દિલ્હી-NCRમાં ભારે વરસાદ થયો હતો. સામાન્ય લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે આજે દિલ્હી NCRમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તરપ્રદેશમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આ ઉપરાંત આજે રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 2 સપ્ટેમ્બર સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે.     


ઉત્તર ભારત સહિત ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે  


IMDના વૈજ્ઞાનિક સોમા સેને આજે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બનેલું આ મહિનાનું બીજું લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ધીમે ધીમે આ પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેના કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. શુક્રવારે કેરળ, દક્ષિણ કર્ણાટક અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.    


દિલ્હીમાં વરસાદને લઈને એલર્ટ   


દિલ્હીમાં આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો. સફદરજંગ વેધશાળામાં છેલ્લા 24 કલાકમાં સવારે 8.30 વાગ્યા સુધી 77.1 મીમી વરસાદ નોંધાયો છે. IMD એ શુક્રવારે દિલ્હીમાં વાદળછાયું આકાશમાં મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. 


આજે પણ યુપીમાં વરસાદ પડશે  


ઉત્તર પ્રદેશમાં વરસાદ ચાલુ છે. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. રાજધાની લખનઉમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો. આ સિવાય બિજનૌર, મેરઠ, મુરાદાબાદ, સહારનપુર, મુઝફ્ફરનગર સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે આજે પણ પૂર્વ અને પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.     


Gujarat Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી,આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ