Viral Marriage Invitation Card: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક લગ્નની અનોખી કંકોત્રી વાયરલ થઈ રહી છે. તમે પહેલાં પણ લગ્નની ઘણી અલગ-અલગ ડિઝાઈન અને ક્રિએટિવિટીવાળા કાર્ડ જોયા જ હશે, પરંતુ અમને ખાતરી છે કે તમે આટલું વિચિત્ર કાર્ડ પહેલા ક્યારેય નહીં જોયું હોય. ચાલો હવે અમે તમને કાર્ડની સાથે સમગ્ર મામલા વિશે વિગતવાર જણાવીએ.
અત્યાર સુધીમાં તમે આ વાયરલ લગ્નનું કાર્ડ જોયું જ હશે. દવાની ગોળીઓના પત્તા જેવા દેખાતા લગ્નના કાર્ડમાં વ્યક્તિએ પોતાનું અને તેની ભાવિ પત્નીનું નામ લખ્યું છે. આ સાથે તેણે આ અનોખા કાર્ડમાં લગ્નની તારીખ, ભોજનનો સમય અને અન્ય ઘણા કાર્યક્રમો વિશે પણ માહિતી આપી છે.
અદ્ભુત ક્રિએટિવિટીઃ
આ વ્યક્તિએ લગ્નનું કાર્ડ ટેબલેટ શીટના રૂપમાં બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે, કાર્ડની ઉપર અને નીચે લખેલું છે - ઈઝીલારાસન વેડ્સ વસંતકુમારી. કાર્ડમાં લગ્નની તારીખ 5 સપ્ટેમ્બર લખવામાં આવી છે. આ સાથે વ્યક્તિએ તમામ મિત્રો અને સંબંધીઓને લગ્નમાં આવવાની અપીલ પણ કરી છે.
તમિલનાડુના લગ્નનું કાર્ડ
આ કાર્ડને જોયા પછી તમારા મનમાં આ સવાલ આવતો જ હશે કે આવી વિચિત્ર લગ્ન કંકોત્રી છપાવનાર આખરે આ વ્યક્તિ ક્યાંનો છે. તો તમને જણાવી દઈએ કે, કાર્ડમાં લખેલી માહિતી મુજબ આ કાર્ડ તમિલનાડુનું છે અને કાર્ડ બનાવનાર વ્યક્તિ ફાર્મસી સાથે સંકળાયેલો છે. તેને પોતાના પ્રોફેશનમાંથી જ આવું કાર્ડ બનાવવાનો વિચાર આવ્યો છે.
આ પણ વાંચોઃ
Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કરી મોટી જાહેરાત, જાણો વિગત
PM Modi Visits Gujarat: પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો ક્યા કરશે જાહેરસભા
Gujarat Politics: દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી: મનિષ દોશી
Rahul Gandhi Gujarat Visits: મિશન 2022 માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત, અશોક ગેહલોત પણ રહેશે હાજર