કેન્દ્ર સરકાર દેશની આઝાદીની 75મી વર્ષગાંઠને 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે જોરશોરથી ઉજવી રહી છે. આ વર્ષને ખાસ બનાવવા માટે મોદી સરકારે જેલોમાં કેદીઓ માટે મોટો નિર્ણય લીધો છે.


જેલના કેદીઓને કરવામાં આવશે મુક્ત


સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકારે નિર્ણય લીધો છે કે દેશભરની જેલોમાં બંધ કેટલાક કેટેગરીના કેદીઓને 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં વિશેષ માફી આપવામાં આવશે. તેને જેલમાંથી બહાર કાઢવાનું કામ 3 તબક્કામાં કરવામાં આવશે.


પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ 2022ના રોજ થશે


આમાં પ્રથમ તબક્કો આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 15 ઓગસ્ટ 2022ના રોજ યોજાશે. તે દિવસે કેટલીક કેટેગરીના કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. બીજા તબક્કાની શરૂઆત 26 જાન્યુઆરી 2023 ના રોજ પ્રજાસત્તાક દિવસના અવસરે યોજાશે.


જાણો કેદીઓને માફી મળશે


તેનો ત્રીજો અને અંતિમ તબક્કો 15 ઓગસ્ટ 2023ના રોજ યોજાશે. તે દિવસે પણ ઘણા કેદીઓને માફી આપવામાં આવશે અને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય જેલમાં સારું વર્તન દાખવનારા કેદીઓને પ્રોત્સાહિત કરવાનો છે. સૂત્રોનું કહેવું છે કે આ વિશેષ યોજનામાં ગંભીર અને જઘન્ય ગુનાઓ કરનાર કેદીઓને માફી આપવામાં આવશે નહીં. તેણે કોઈપણ સંજોગોમાં કોર્ટે આપેલી સજા પૂરી કરવી પડશે.


અમેરિકા જેવી બનશે ભારતની સડકો


કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું કે, અમેરિકાના રસ્તા એટલા માટે સારા નથી કે અમેરિકા અમીર છે. અમેરિકા અમીર છે કારણ કે અમેરિકી સડકો સારી છે. ભારતને સમૃદ્ધ બનાવવા માટે હું સુનિશ્ચિત કરુ છું કે ડિસેમ્બર 2024 પહેલા ભારતના રસ્તાઓ અમેરિકા જેવા થઈ જશે. નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાનો સામનો કરવા અને રસ્તાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા 62 હજાર કરોડ રૂપિયાની પરિયોજના ઉપર કામ ચાલી રહ્યું છે.


નીતિન ગડકરીએ એરોપોર્ટ જવા માટે પહેલા કેવી ટ્રાફીકનો સામનો કરવો પડતો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અને પ્રુદુષણને ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને વિભાગ દિલ્હીમાં પ્રદુષણનો સામનો કરવા માટે 62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જેમાં શહેરની બહાર રિંગ રોડ અને અન્ય સડકોનું નિર્માણ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દિલ્હીથી મેરઠ જવા માટે માત્ર 40 મિનિટ લાગે છે પહેલા 4 કલાક લાગતા હતા.


તેમણે કહ્યું કે અમારુ લક્ષ્ય નિર્માણનો ખર્ચ ઓછો કરવાનું છે અને ગુણવત્તાને સારી કરવાનું છે. હાલમાં પ્રતિદિવસ 38 કિમીની દરથી રોડ બનાવવામાં આવી રહ્યા છે જે એક રેકોર્ડ છે. તેમણે આ પણ સ્પષ્ટતા કરી કે  આ મામલે સડકની લંબાઈ તે જ પ્રમાણે માપવામાં આવે છે જે રીતે યૂપીએ સરકારમાં માપવામાં આવતી હતી.