સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દો શ્રધ્ધા અને માન્યતાનો છે ને તેને નકારી ના શકાય. એ જ રીતે મસ્જિદમાં મુસ્લિમોને નમાઝનો અધિકાર છે તે બાબતનો પણ ઈન્કાર ના થઈ શકે.
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, જમીનની માલિકી કોની એ શ્રધ્ધા કે માન્યતાના આધારે ના નક્કી થઈ શકે પણ કાનૂની પુરાવાના આધારે જ નક્કી થઈ શકે.