શું છે આર્ટિકલ 35A?
35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના ‘સ્થાયી નિવાસી’ની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર આપવામાં આવ્યાં છે. અસ્થાયી નિવાસીને તે અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં છે. અસ્થાયી નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો સ્થાયી થઈ શકે છે અને ન તો ત્યાંની કોઈ જ સંપત્તિ ખરીદી શકે છે. અસ્થાયી નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરી અને શિષ્યવૃતિ પણ મળતી નથી. તેઓ કોઈ જ રીતના સરકારી મદદ મેળવવાને પાત્ર પણ નથી હોતાં.
શું છે આર્ટિકલ 370?
ભારતમાં વિલય પછી શેખ અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરની સત્તા સંભાળી હતી. તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પાસેથી જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક સંબંધો સાથેની વાતચીત કરી હતી. આ વાતચીતના પરિણામમાં બંધારણની અંદર આર્ટિકલ 370ને જોડવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આર્ટિકલ 370 હેઠળ, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીર મામલે માત્ર ત્રણ મુદ્દા- સુરક્ષા, વિદેશ મામલાઓ અને કોમ્યુનિકેશન્સ માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે.
સૌથી મોટી વાત એ છે કે, ભારતના કે કાશ્મીરના બંધારણમાં આર્ટિકલ ૩૫-એનો કોઈ ઉલ્લેખ નથી. આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે, તે સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરે. આર્ટિકલ ૩૫એને ૧૪ મે ૧૯૫૪માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર કુમારે તેને બંધારણમાં સ્થાન આપ્યું હતું. આ ઉલ્લેખ મળે છે પણ લેખિતમાં ક્યાંય તેનો ઉલ્લેખ દેખાતો નથી. બંધારણસભામાં કે સંસદની કોઈ સમિતિમાં કે કામગીરી દરમિયાન આર્ટિકલ ૩૫ એને બંધારણનો ભાગ બનાવવાની માગ ઊઠી જ નથી. તત્કાલીન સરકારે તેને આર્ટિકલ ૩૭૦નો જ ભાગ ગણાવી હતી. આજદીન સુધી તેનો આ રીતે જ ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિકલ ૩૫એને બંધારણમાં સ્થાન મળ્યું નથી પણ કાશ્મીર સરકાર દ્વારા તેને લાગુ કરવા માટે આર્ટિકલ ૩૭૦નો જ ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે જ તેને બંધારણનો જ ભાગ ગણાવવામાં આવે છે.