દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવા પણ સંક્રમિત થઇ રહ્યાં છે. કેટલીક જગ્યા પર ઓક્સિજનની કમીના કારણે દર્દી અને તેના સ્વજન પરેશાન છે. લાખોની સંખ્યામાં 24 કલાકમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન જ એક આશાનું કિરણ છે. જો કે વેક્સિનેટ પણ સંક્રમિત થતાં લોકોને વેક્સિન મુદ્દે કેટલીક શંકા-કુશંકા છે. તો વેક્સિનનું મીથ અને સત્ય શું છે જાણીએ...
વેક્સિન બહુ ઝડપથી બનાવાય છે તો સુરક્ષિત છે?
સત્ય: તેનો જવાબ છે, હા,કોરોનામાં વૈજ્ઞાનિકો પર દબાણ હતુ કે તે ઝડપથી કોરોના વેક્સિન લાવે. આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી અને તેમણે એક વર્ષમાં જ વેક્સિન તૈયાર કરી લીધી. જો કે એવું નથી કે, વેક્સિન બનાવતી વખતે બધા માપદંડોનું પાલન થયું છે. જો કે વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.
મીથ:મને કોરોના સંક્રમણ થઇ ગયું છે, શું હું વેક્સિન લગાવું?
સત્ય:ડોક્ટરના જણાવ્યાં મુજબ જેમને પણ કોરોના થઇ ગયો છે. તેવા લોકો બીજી વખત સંક્રમિત થઇ શકે છે. આ સ્થિતિમાં સંક્રમણ બાદ બનેલી એન્ટી બોડી વાયરસ સામે લડવામાં મત કરે છે. આ સાથે વેક્સિન લગાવ્યાં બાદ આપ વધુ સુરક્ષિત થઇ જાવ છો. બીજી વખત સંક્રમણ થયું તો પણ આ ગંભીર બીમાર નહીં પડો.
મીથ: જો વેક્સિન લગાવું તો મને કોરોના થઇ જશે?
સત્ય: આ માન્યતા સંપૂર્ણ પાયાવિહોણી છે. કોવિડ-19ની વેક્સિન આપને સંક્રમિત નથી કરતી.કોવિડની કોઇપણ વેક્સિનમાં જીવિત વાયરસનો ઉપયોગ નથી કરાયો. બસ વેક્સિન લાગ્યા બાદ હળવો તાવ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે.
મીથ: મેં ફ્લુની વેક્સિન લીધી છે તો શું તેનાથી કોવિડ-19થી રક્ષણ મળી શકે?
એક્સપર્ટે જણાવ્યાં અનુસારે ફ્લૂની વેક્સિન કોવિડથી રક્ષણ નહીં આપે. જો ફલૂની વેક્સિન લીધી હશે તો પણ આપને કોરોના વેક્સિન તો લેવી જ જોઇએ.
મીથ:વેક્સિન લીધા બાદ હું માસ્ક વિના ફરી શકું છું?
ના, વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરવું જરૂરીથી વેક્સન 100 ટકા કોવિડના સંક્રમણથી નથી બચાવતી.