કોવિડ-19 વાયરસે લોકોને તેના સ્વાસથ્ય પ્રત્યે વધુ જાગૃત બનાવી દીધા છે. ખાસ કરીને ઇમ્યૂન સિસ્ટમને લઇને લોકો વધુ જાગ્રત થઇ રહ્યાં છે. તો આજે સમજીએ કે, ઇમ્યૂન સિસ્ટમ શું છે અને તે શરીરમાં કેટલી ઉંમર સુધી એક્ટિવ રહે છે જાણીએ...


ઈમ્યુન સિસ્ટમ પણ ઉંમર સાથે નબળી પડે છે. તેના કારણે જ 60થી ઉપરની વયના લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ઘાતક સાબિત થઇ શકે છે. જો કે ઇમ્યૂનસિસ્ટમને વધતી ઉંમર સાથે બચાવી રાખવા માટે જીવનશૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. વધતી ઉંમર સાથે પણ ઇમ્યૂન પાવરને મજબૂત રાખવા માટે આપણે કેટલીક વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. ઇમ્યૂન સિસ્ટમને લાંબા સમય સુધી દુરસ્ત કેવી રીતે રાખવી તે સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે ઇમ્યૂન સિસ્ટમ કામ કેવી રીતે કરે છે.


ઇમ્યૂન સિસ્ટમ કેવી રીતે કરે છે કામ?


ઇમ્યૂન સિસ્ટમની બે શાખા છે. દરેક શાખા શ્વેત રૂધિર કોશિકાઓ એટલે કે ડબ્યલ્યુ બીસી જેને વ્હાઇટ બ્લ્ડ સેલ્સ પણ કહે છે. તેનાથી બનેલી હોય છે. આ સેલ્સ શરીરની સુરક્ષા માટે કામ કરે છે. જેવો કોઇ વાયરસ કે જીવાણું શરીર પર અટેક કરે કે તરત શરીરની ઇમ્યૂન સિસ્ટમ એક્ટિવ થઇ જાય છે.


આ પ્રક્રિયામાં ન્યુટ્રોફિલ્સ હોય છે.જે મુખ્ય રીતે બેક્ટેરિયા પર હુમલો કરે છે. મોનોસાટ્સ ઇમ્યુન સિસ્ટમને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. આ સાથે તે બીજી પ્રતિરક્ષા કોશિકાઓને એલર્ટ કરવાનું પણ કામ કરે છે. આ સિવાય NK એટલે કે શરીરમાં કિલર સેલ્સ પણ હોય છે. જે કેન્સર અને વાયરસ સામે લડવાનું કામ કરે છે. જ્યારે વ્યક્તિની ઉંમર વધે છે તો આ ત્રણેય કોશિકાની કાર્યક્ષમતા પણ ઘટવા લાગે છે. આ સિવાય એક અનુકુલન પ્રતિક્રિયા પણ હોય છે. જે ટી અને બી કોશિકા છે. જે કોઇ ખાસ રોકો સામે  સામે લડે છે. આ પ્રક્રિયા માટે થોડા સમય લાગે છે પરંતુ એક વખત થઇ ગયા બાદ તે તે વાયરસને યાદ રાખે છે અને ફરી તે જ વાયરસ બીજી વખત શરીર પર આક્રમણ કરે તો તેની સામે લડે છે અને શરીરને સુરક્ષા આપે છે. જો કે ઉંમર થતાં  શરીરમાં આ લિમ્ફોસાઇડ ઓછી બનવા લાગે છે.  કોવિડ-19 જેવા વાયરસ સામે લડવા માટે તેની જરૂર પડે છે. જો આ પહેલા આપના શરીરમાં કોઇ રોગ સામે લડવા માટે ઇમ્ફોસાઇઝ બનાવી હોય તો ઢળતી ઉંમરે એ જ રોગ ફરી શરીર પર એટેક કરો તો તે પહેલા જેટલું રક્ષણ નથી આપતી. આ સ્થિતિમાં તે સમજવું મુશ્કેલ નથી કે, ઉંમર વધવાની સાથે ન માત્ર શરીર નબળું પડે છે પરંતુ ઇમ્યૂન સિસ્ટમ પણ નબળી પડે છે. જો કે વધતી ઉંમરે સહત પ્રક્રિયાથી કોઇ કોશિકા બને છે. જો કે તે એટલી સારી રીતે કામ નથી કરતી અને અનુકૂલન પ્રતિક્રિયા થોડી લિમ્ફોસાઇડ બનાવે છે.જે  અસ્થિમજ્જામાં બને છે અને એન્ટીબોડી બનાવે છે અને કેટલીક ટી લિમ્ફોસાઇડસ જે થાઇમસમાં બને છે. જે વાયરસને ઓળખીને તેને મારવાનું કામ કરે છે.  જો કે ટી કોશિકાની કમીનું કારણ એ પણ છે કે,માત્ર વીસ વર્ષની ઉંમરે જ થાઇમસનું સંકોચન શરૂ થઇ જાય છે. તે નાનું થવા લાગે છે અને જ્યારે વ્યક્તિ 65 વર્ષની થાય ત્યારે તે માત્ર 3 ટકા જ બચે છે. એ કોશિકા જે રોગજન્ય વાયરસની જાણકારી રાખે છે. તે નષ્ટ થાય છે તો વ્યક્તિ સંક્રમણ પ્રત્યે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા પણ ગૂમાવી દે છે. વાત વેક્સિનની જ કરીએ તો 60 વર્ષથી ઉપરની વ્યક્તિમાં 40 ટકા લોકોનું શરીર જ વેક્સિનની પ્રતિક્રિયા આપે છે.  જો કે વધતી ઉંમર સાથે આહારશૈલી અને જીવનશૈલા પર ધ્યાન આપીને આપણે ઇમ્યૂન સિસ્ટમને થોડા ઘણે અંશે સક્રિય રાખી શકીએ છીએ.