ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના 14માં સિઝન માટે ઓક્શન થયું.18 ફેબ્રુઆરીએ ચેન્નઇમાં ઓક્શન થયું. ઓક્શન બાદ સોશિયલ મીડિયા પર એક  યુવતીની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તે ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે બેઠી હતી. ટીવી સ્ક્રિનથી માંડીને મોબાઇલ સ્ક્રિન સુધી તેની તસવીર વાયરલ થઇ છે. કોણ આ યુવતી?

આ યુવતી કોણ છે?

આ યુવતીનું નામ કાવ્યા મારન છે. તે એચઆરએચ ટીમના ઓનર કલાનિધિ મારનની પુત્રી છે. કાવ્યા મારનની તસવીર આ પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ વખતે તો લોકો તેને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ જાહેર કરી રહ્યા છે.


ટવિટ પર આ ફોટો કાવ્યા મારન નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે.






ટ્વિટર પર લોકો તેની આ તસવીરને ખૂબ શેર કરી રહ્યાં છે. ઓકશન બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જૉની બેયરેસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, ઋદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, વિરાટ સિંહ, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાજ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થામ્પી, કેદાર જાધવ, મુજીબ ઉર રહમાન, જગીશ સૂચિતને સામેલ કરાયા છે.