WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનસ ગેબ્રેયેસસને કહ્યું કે, નવા કેસમાં લગભગ અડધા ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં મહાદ્વીપમાંથી આવ્યા છે. દક્ષિણ એશ્યા અને પશ્ચિમ એશિયાથી પણ કેસની સંખ્યા ઘણી વધારે છે.
તેમણે કહ્યું કે, ‘આપણે નવા અને ખતરનાક તબક્કામાં છીએ. મહામારીને રોકવા માટે પ્રતિબંધાત્મક પગલાની હાલમાં જરૂરીયાત છે. અનેક લોકો ઘરમાં રહેવાથી નિરાશ છે અને દેશ પોતાના સમાજોને ખોલવા માટે ઉત્સુક છે.’
ટેડ્રોસે કહ્યું કે, વાયરસ હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ફિઝિટલ ડિસ્ટન્સિંગ, માસ્ક લગાવવા અને હાથ જોવા જેવા પગલા હજુ પણ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, મૃતક સંખ્યા ખાસ કરીને શરણાર્થિઓમાં વધારે હશે જેમાંથી 80 ટકાથી વધારે વિકાસશીલ દેશોમાં રહે છે.
નોંધપાત્ર વાત એ છે કે, કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે કોઈ રસી વિકસાવવામાં આવી નથી, જો કે હજી કેટલાક ટ્રાયલ ચાલુ છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. વિશ્વમાં કોરોના ચેપની સંખ્યા 82.4 લાખ કરતા વધારે પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં રોગચાળાનાં કારણે 4.46 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.