નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વતન વાપસી પર આખો દેશ ખુશ છે. ધરપકડના 60 કલાક બાદ રાત્રે 9-10 કલાકે પાકિસ્તાની અધિકારીઓએ અમૃતસરની અટારી બોર્ડર પર અભિનંદનને ભારતને સોંપી દીધા તે દરમિયાન તેની સાથે એક મહિલા પણ હતી. લોક જાણવા માગે છે કે આખરે આ મહિલા કોણ છે. લોકો માની રહ્યા છે કે આ તેની પત્ની અથવા પરિવારના કોઈ સભ્ય છે. પરંતુ એવું બિલકુલ નથી તે પાકિસ્તાનની વિદેશ કાર્યાલયમાં ડિરેક્ટર ડો. ફરિહા બુગતી છે.




ડોક્ટર બુગતી એક એફએસપી (ભારતના આઈએફએશ સમકક્ષ) અધિકારી છે અને પોતાના વિદેશ કાર્યાલય (ભારતના વિદેશ મંત્રાલય સમકક્ષ) પર ભારતના મામલાના પ્રભારી છે. જણાવીએ કે, પાકિસ્તાન જેલમાં બંધ કુલભૂષણ જાધવના મામલાને સંભાળનારા મુખ્ય પાક અધિકારીઓમાંથી એક છે. જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે વિતેલા વર્ષે ઇસ્લમાબાદમાં જાધવ, તેની માતા અને પત્નીની વચ્ચે મુલાકાત દરમિયાન પણ હાજર હતા.