સૌથી પહેલા દેશમાં એ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જેમાં એક કરોડ હેલ્થ વર્કર્સને સામેલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર્સ, નર્સ અને આશા વર્કર્સ સિવાય એમબીબીએસના વિદ્યાર્થીઓને પણ કોરોના વેક્સીન સૌથી પહેલા અપાશે.
આ સિવાય બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પણ કોરોના વેક્સીન આપવામાં આવશે. તેમાં નગર નિગમના કર્મચારી, સેનાના સભ્ય અને પોલીસકર્મીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેની સાથે જ પચાસ વર્ષથી વધુ ઉંમરના એ લોકો જેમને કોરોના સંક્રમણ થવાનું સૌથી વધારે જોખમ છે. તેમને પણ પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. તેની સંખ્યા 26 કરોડ હશે. ઉલ્લેખનીય છે કે વધુ ઉમરવાળા લોકોને કોરોના વધારે પ્રભાવિત કરે છે.
સ્પેશિયલ કેટેગરીના એક કરોડ લોકોને પણ વેક્સીન મળશે. તેમાં એવા લોકો સામેલ થશે જેની ઉંમર પચાસ વર્ષથી ઓછી પરંતુ તે કો-મોરબિડ હશે. એટલે કે અન્ય બિમારીથી પીડિત હશે.
મોટા પાયે કોરોના વાયરસ-રોધી રસી અભિયાનમાં હોસ્પિટલો સિવાય આંગણવાડી કેન્દ્ર, સ્કૂલો, પંચાયત ભવનો અને એવા અન્ય સંસ્થાઓનો ઉપયોગ રસીકરણ સ્થળ તરીકે કરવામાં આવશે. આ અભિયાનની દેખરેખ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.