Independence Day :15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર દિનની ઉજણવી થાય છે.


15 ઓગસ્ટને આપણે ભારતના સ્વતંત્ર પર્વ તરીકે ઉજવ્યે છીએ. ઐતિહાસમાં લખાયેલ 1947ની 15 ઓગસ્ટની તારીખ સૌ કોઇ હિન્દુસ્તાની માટે અવિસ્મણિય છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર દિનની ઉજણવી થાય છે. સમજીએ


ઇતિહાસમાં ઘટેલી ઘટનાની સાલવારી યાદ રાખવી સરળ નથી પરંતુ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિન એ સૌ કોઇ હિન્દુસ્તાનીના સ્મૃતિપટ્ટ પર અંકિત છે પરંતુ શું આપ જાણો છો કે 15મી ઓગસ્ટે જ શા માટે સ્વતંત્ર  દિનની ઉજવણી થાય છે.


ઉલ્લેખનિય છે કે, 1947 15મી ઓગસ્ટના દિવસે બ્રિટિશરો ભારતને  તેમના શાસનથી મુક્ત કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, અંગ્રજોએ 190 વર્ષ સુધી ભારત પર શાસન કર્યં હતું. પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રજોએ ભારત પર કબ્જો કર્યો અને 190 વર્ષ સુધી રાજ કર્યું અને 15 ઓગસ્ટે બ્રિટિશરોએ ભારતને તેના શાસનમાંથી મુક્ત કર્યું.


15મી ઓગસ્ટે જ કેમ સ્વતંત્ર દિનની ઉજવણી


જાણીતા લેખક લેરી કોલિન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ ફ્રીડમ એન્ડ મીડનાઇટમાં વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ લેખકોએ બ્રિટિશના છેલ્લા શાસક વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. આ મુદ્દે થયેલી ચર્ચામાં માઉન્ટબેટને 15 ઓગસ્ટની તારીખના પસંદગી પાછળના કારણોનો પણ ખુલાસો કર્યો હતો. આ સમયે દેશને આઝાદ કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો અને ત્ચારબાદ ભારતના નેતા સાથે બેઠક પણ હતી બાદ માઉન્ટબેટને પત્રકાર પરિષદ સંબોધી હતી અને પત્રકારોના સવાલના જવાબ આપ્યાં હતા.


આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ  કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં જાપાને 15મી ઓગસ્ટના  રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી હતી આ જ દિવસે ભારતને સંપૂર્ણ આઝાદી મળતાં 15 ઓગસ્ટ જ ભારતનો  સ્વતંત્ર દિન છે.