નવી દિલ્હીઃ દેશમાં જ્યાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, તમામ ઉપાયો નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે અનેક દાવાઓ પણ સામે આવી રહ્યા છે. આગ્રાના મેયરે નગીન જૈન ગળામાં એક લીલા રંગનું કાર્ડ પહેરેલા જોવા મળઅયા. આ એક પ્રકારનું મેગ્નેટ કાર્ડ છે જેને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, કાર્ડ પહેરવાથી કોરોના 3 મીટર સુધી દૂર રહે છે. એટલ કે કાર્ડ 3 મીટર સુધી કોરોનાને દૂર રાખામાં સક્ષમ છે.

નવીન જૈનનું કહેવું છે કે, જાણવા મળ્યું છે કે, આ કાર્ડ પહેરવાથી ત્રણ મીટર સુધી કોરોના નજીક નથી આવતો. તેની વેલિડિટી ત્રણ મહિનાની છે. તેમણે કહ્યું કે, બધાએ આ કાર્ડ પહેરવું જોઈએ. કોરોના ઉપરાંત અન્ય વાયરસને પણ આ કાર્ડ રોકવામાં સક્ષમ છે.

વારાણસીમાં પણ સામે આવ્યું હતું આ પ્રકારનું કાર્ડ

વારાણસીમાં કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે બજારમાં અનેક પ્રકારના કાર્ડ, માસ્ક અને સેનેટાઈઝરની માગ દિવસેને દિવસે વધી રહી છે. આ પહેલા આ પ્રકારનું કાર્ડ વારાણસીમાં પણ સામે આવ્યું હતું. જેને લઈને ફેલિક્સ હોસ્પિટલના ચેરમેન કેકે ગુપ્તાએ તેને પૂરી રીતે નકલી ગણાવ્યું હતું અને તેનાથી દૂર રહેવાની સલાહ આપી હતી.

ડીએમ કૌશલ રાજ શર્માએ કહ્યું કે, હાલમાં બજારમાં ગળામાં પહેરવાનું સેનેટાઈઝર આવ્યું છે. જેને લઈને કહેવાય છે કે, આ કોરોના વાયરસથી બચાવ માટે ખૂબ જ પ્રભાવશાળી છે. ડીએમેએ કહ્યું કે, આ બનાવતી કંપનીઓનો દાવો છે કે જે પણ વ્યક્તિ આ કાર્ડને પહેરીને રાખશે, તેના એક મીટર સુધીની હદમાં કોરોના વાયરસની એન્ટ્રી નહીં થાય. પરંતુ કંપનીઓના આ દાવામાં કેટલું સત્યું છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે.

જણાવીએ કે, ભારત સરકાર અથવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવા કોઈ કાર્ડ હોવાનો દાવો કર્યો નથી. આ પૂરી રીતે નકલી છે. જે કેમિકલનો ઉપયોગ હવામાં રહેલ વાયરસને મારવા માટે કરવામાં આવે છે તેનો ઉપયોગ શરીર પર ન કરી શકાય.