નવી દિલ્હી: ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર ગજાનંદ યાદવેને ‘તેન્જિંગ નોર્ગે નેશનલ એનડવેન્ચર એવોર્ડ 2019’થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ એવોર્ડ ‘એર એડવેન્ચર’ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. વાયુસેનાએ ગજાનંદ યાદવનીને તેમની આ શાનદાર ઉપલબ્ધી પર શુભેચ્છા પાઠવી છે.

ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર લખ્યું કે, “વિંગ કમાન્ડર ગજાનંદ યાદવને એર એડવેન્ચર શ્રેણીમાં ‘તેન્જિંગ નોર્ગે નેશનલ એનડવેન્ચર એવોર્ડ 2019’ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે હાર્દિક અભિનંદન.” એરફોર્સે પોતાના ઓફિશિયલ અકાઉન્ટ પર ગજાનંદ યાદવની કેટલીક તસવીરો પણ શેર કરી છે.



ગજાનંદ યાદવ એક પેરાશૂટ જંપ ઈન્સ્ટ્રક્ટર છે અનેફોર્સની સ્કાઈડાઇવિંગ ટીમ આકાશગંગા સાથે જોડાયેલ છે. ગજાનંદ પોતાના કેરિયરમાં 2900 થી વધુ વખત સ્કાઈડાઈવિંગ કરી ચૂક્યા છે.