Winter Superfood: શિયાળો ફિટનેસ માટે સૌથી સારી મોસમ છે. ઠંડીમાં લીલા શાકભાજી, સલાડ અને ફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે. શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી ચીજોનું સેવન કરવું જોઈએ. તમે દાદી-નાની પાસેશી શિયાળામાં ગોળ અને તલ ખાવાના ફાયદા સાંભળ્યા હશે. હકીકતમાં આ બંને ચીજો ઠંડીથી રાહત અપાવે છે. શિયાળામાં અનેક એવી ચીજો છે, જે ખાવાથી શરીરમાં એનર્જી અને ગરમી આવે છે.
શિયાળામાં શરીરને ગરમ રાખવા આ ચીજનું કરો સેવન
ખજૂર (Dates) શિયાળામાં ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ. ખજૂરમાં વિટામીન એ અને બી મોટી માત્રામાં હોય છે. તેની તાસીર ગમર હોય છે, જે ઠંડીમાં શરીરને ગરમ રાખે છે. ખજૂરમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિમય અને ફાઇબર પણ મોટી માત્રામાં હોય છે.
ગોળ (Jaggery) શિયાળમાં ગોળનું સેવન જરૂર કરવું જોઈએ. પેટ અને શરીર માટે ગોળ ઘણો ફાયદાકારક છે. ગોળ ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે. પાચન માટે પણ ગોળ ફાયદાકારક હોય છે. ગોળમાં આયરન હોય છે, જેનાથી એનીમિયા જેવી સમસ્યા ઓછી થાય છે. શિયાળામાં ગોળ શરીરમાં ગરમાવો લાવે છે.
તલ (Sesame Seeds) શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે તમે તલનું પણ સેવન કરી શકો છે. તલ સફેદ અને કાળા એમ બે રંગના હોય છે. તલની તાસીર ગરમ હોય છે. તેથી ઠંડીમાં તલ ખાવા ફાયદાકારક હોય છે. તલમાં મોનો સેચુરેટેડ ફેટી એસિડ અને એન્ટી બેક્ટેરિયલ મિનરલ્સ હોય છે. જેનાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
ગાજર (Carrot)- શિયાળો આવતાં જ માર્કેટમાં ગાજર મળવા લાગે છે. દિલ, દિમાગ, નસ અને શરીરની તંદુરસ્તી માટે ઘણા ફાયદાકારક છે. ગાજરમાં વિટામિન એ,બી,સી,ડી,ઈ, જી અને કે મળી આવે છે. ગાજરમાં સૌથી વઘારે વિટામિન એ મળે છે. જે આંખો માટે ખૂબ ફાયદાકાર હોય છે.
મગફળી (Peanut) શિયાળામાં મને અનેક જગ્યાએ મગફળી વેચાતી જોવા મળશે. તેમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ સાથે અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. મગફળીમાં મેંગ્નીઝ, વિટામીન ઈ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે. મગફળી ખાવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં બતાવવમાં આવેલી વિધિ, રીત તથા દાવાની એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તેને માત્ર સૂચનના રૂપમાં લો. કોઈપણ પ્રકારની સારવાર, દવા, ડાયટનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.