વુહાનમાં સત્તાધીશોએ શરૂઆતમાં આ સંક્રમણ પર પડદો નાંખવાની કોશિશ કરી હતી. આ સંક્રમણને લઈ ઓનલાઈન સચેત કરનારા ડોક્ટરને સજા આપવામાં આવી હતી. સંક્રમણના મામલા નોંધવા અંગે સતત માપદંડોને બદલવામાં આવી રહ્યો હોવાથી ચીનના આંકડા પર શંકા જન્મે છે.
કોવિડ-19 સંબંધી ટેકનિકલ મામલામાં ડબલ્યુએચઓનું નેતૃત્વ કરી રહેલી મારિયા વાન કેરખોવે કહ્યું, સંક્રમણ ચાલી રહેવા દરમિયાન દરેક મામલા અને દરેક મોતની ઓળખ પડકારપૂર્ણ છે. મારો અંદાજ છે કે અનેક દેશોમાં આવી સ્થિતિ પેદા થશે, તે સમયે તેમણે પાછળ વળીને તેમના રેકોર્ડની સમીક્ષા કરવી પડશે. વુહાનમાં સ્વાસ્થ્ય સેવા પ્રણાલી પર કામનું ખૂબ દબાણ રહેતું હતું. કેટલાક દર્દીના ઘરમાં મોત થયા હતા અને અન્ય લોકોએ અસ્થાયી કેન્દ્રોમાં હતા.
ડબલ્યુએચઓમાં ઈમરજન્સી બાબતોના નિર્દેશક માઇકલ રેયાને કહ્યું, તમામ દેશો આવી સ્થિતિનો સામનો કરશે. તેમણે દરેક દેશોને શક્ય તેટલા વહેલા સચોટ આંકડા ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મામલાના આંકડા છુપાવવાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ રહેલી ચીનની આલોચના બાદ તેણે મૃતકોની સંખ્યા અંગે ફરી સંશોધન કર્યુ હતું. ચીને કોરોના વાયરસના ઉદભવ સ્થાન વુહાન શહેરમાં મૃતકોની સંખ્યામાં 1290નો વધારો કર્યો હતો, જે બાદ ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 4632 થઈ છે.
ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું,ચીને અદ્રશ્ય શત્રુથી થનારા મોતની સંખ્યા બમણી હોવાની જાહેરાત કરી છે. જે અમેરિકાથી પણ ખૂબ વધારે છે અને ક્યાંય આસપાસ પણ નથી.