મુંબઇઃ યસ બેન્ક મામલામાં રાણા કપૂરના પરિવાર વિરુદ્ધ તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. રાણા કપૂરની દીકરી રોશની કપૂરને આજે મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. રોશની કપૂર બ્રિટિશ એરવેઝની ફ્લાઇટથી લંડન જઇ રહી હતી. આ અગાઉ ઇડીએ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરના પરિવાર વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી.


નોંધનીય છે કે યસ બેન્કે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ને 3700 કરોડ રૂપિયાની લોન આપી હતી. ત્યારબાદ DHFLએ Doit Urban India pvt ltd નામની કંપનીને 600 કરોડ રૂપિયા લોન આપી હતી. આ કંપની રાણા કપૂરની દીકરીઓ રોશની, રાધાના નામ પર છે અને તે 100 ટકા માલિક છે. રાણા કપૂરની ત્રીજી દીકરી લંડનમાં રહે છે. નોંધનીય છે કે ઇડી રાણા કપૂરના ઘર, DOIT urban ventures India pvt ltd ઓફિસ પર દરોડા પાડી ચૂકી છે.


આરોપ છે કે યસ બેન્કે નિયમ વિરુદ્ધ જઇને DHFLને લોન આપી હતી અને બાદમાં તેના બદલામાં ફાયદાના રૂપમાં 600 કરોડ રૂપિયા લીધા હતા. હવે આ મામલામાં ઇડી તપાસ કરી રહી છે.