Yogi Adityanath Helicopter: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે એક પક્ષી અચાનક ટકરાયુ હતું. પક્ષી ટકરાયા બાદ વારાણસીમાં યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં યોગી આદિત્યનાથ સંપૂર્ણપણે સુરક્ષિત છે.






એક રિપોર્ટ અનુસાર, પક્ષી ટકારાયા બાદ હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી રહી છે. ઇમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ સીએમ યોગી માટે વૈકલ્પિક હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. યોગી આદિત્યનાથ વારાણસીથી લખનઉ જઈ રહ્યા હતા, પરંતુ ટેકઓફ કર્યાના થોડી જ વારમાં પક્ષી હેલિકોપ્ટર સાથે ટકરાયુ હતું અને ત્યારબાદ હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.


એક રિપોર્ટ અનુસાર, યોગી આદિત્યનાથ ગુરુ પૂર્ણિમા ઉત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કરવા વારાણસી પહોંચ્યા હતા. આ સિવાય તેઓ પીએમ મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે અહીં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી.


નોંધનીય છે કે જ્યારે પણ આ પ્રકારની  ઘટના બને છે ત્યારે હેલિકોપ્ટરને પ્રોટોકોલ હેઠળ લેન્ડ કરવામાં આવે છે. જે પછી ટેકનિકલ ટીમ તેની સંપૂર્ણ તપાસ કરે છે અને જ્યાં સુધી બધું યોગ્ય ન લાગે ત્યાં સુધી વીઆઈપી હેલિકોપ્ટરને ઉડાણ માટેની મંજૂરી આપવામાં આવતી નથી.


Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત


Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો


Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો


SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે