Loudspeaker: મહારાષ્ટ્રથી નીકળેલો લાઉડસ્પીકર વિવાદ સૌથી પહેલા ઉત્તરપ્રદેશ પહોંચ્યો છે. અહીં છેલ્લા કેટલાય દિવસોથી યોગી સરકારે કેટલાય નિર્દેશો આપ્યા અને વિના અનુમતિથી લાગેલાલાઉડસ્પીકરને હટાવવા આદેશ આપવામાં આવ્યો. જે પછી અત્યાર સુધી 45 હજારથી વધુ લાઉડસ્પીકર ધાર્મિક સ્થળો પરથી ઉતારી લેવામા આવ્યા છે. 


23 એપ્રિલથી આ સંબંધમાં આદેશનુ નૉટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ, જે પછી પોલીસ એક્શનમાં આવી અને સતત યુપીના અલગ અલગ જિલ્લાઓમાં અભિયાન ચલાવીને ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવામાં આવી રહ્યાં છે. વળી, આ ઉપરાંત અત્યાર સુધી 58 હજાર 861 લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરી ચૂકાયા છે.


ઉલ્લેખનીય છે કે, અવાજ પ્રદુષણ પર નિયંત્રણ  માટે સુપ્રીમ કોર્ટે ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકરને હટાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉત્તરપ્રદેશમાં કેટલીય જગ્યાઓ પર સુપ્રીમ કોર્ટના નિર્દેશને લાગુ કરવામાં આવી રહ્યો છે. બિહારમાં પણ આને લઇને રાજકારમ ગરમ છે, કેટલાક ધર્મના લોકો આનો વિરોધ કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે ગુરુદ્વારા પ્રબંધન તરફથી પ્રસંશનીય પહેલ કરવામા આવી છે. 


પ્રબંધન તરફથી ગુરુદ્વારાના ગુબંજ પર લાગેલા લાઉડસ્પીકરને હટાવવામાં આવી રહ્યાં છે. આ લાઉડસ્પીકરથી ચોક થાના ઉપરાંત ચંડોરિયા, ચોક અને આજુબાજુના કેટલાય વિસ્તારો સુધી ગુરુવાણીનો અવાજ જતો હતો, પરંતુ માત્ર ગુરુદ્વારા કેમ્પસમાં જ ગુરુવાની સાંભળી શકાય છે. 


આ પણ વાંચો......... 


શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે


પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો


મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું


ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો


TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે