કોરોનાની ઘાતક જંગ લડી રહેલ દેશ હવે મ્યુકોરમાકોસિસની રોગ સામે જંગ લડી રહ્યો છે. દેશભરમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઇ પણ લક્ષણો વિના જ મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેકશન બ્રેઇન સુધી પહોંચી ડોક્ટર પણ હેરાન છે.


દેશભરમાં કોવિડના કેસમાં ડાઉનફોલ્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના કેસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં 16 વર્ષના કિશોરને  મ્યુકોરમાઇકોસિસ થતાં  તબીબો આ કેસથી ચિંતિત છે. આ સ્થિતિમાં સુરતમાં પણ મ્યુકરમાઇકોસિસના એક આવા જ કેસે તબીબોની ચિંતા વધારી છે. સુરતમાં 23 વર્ષના યુવકને મ્યુકરમાઇકોસિસના કોઇ પ્રકારના લક્ષણો વિના જ મ્યુકરમાઇકોસિસનું ઇન્ફેકશન બ્રેઇન સુધી પહોંચી ગયું. 


સુરતનો કોસંબામાં રહેતો  23 વર્ષિય યુવકને કોવિડ થયો હતો. કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવતા યુવકને હોસ્પિટલથી રજા આપી દેવાઇ હતી. 4 મેએ યુવક કોરોનાથી બિલકુલ મુક્સ થઇ ગયો હતો . આ સમય દરમિયાન તે એકદમ સ્વસ્થ હતો પરંતુ 8 મેના રોજ આ યુવકને અચાનક આંચકી આવવા લાગી. યુવકની સ્થિતિને જોતા તેને સુરત સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મગજમાં સોજોનું નિદાન થયા બાદ આ યુવકની સફળ સર્જરી કરાઇ હતી. સર્જરી બાદ તે અન્ડર ઓબ્ઝ્રવેશન હોસ્પિટલમામં હતો. સર્જરી દરમિયાન તેની બાયોપ્સી પણ કરવામાં આવી હતી. સર્જરીના 4 દિવસ બાદ યુવકની હૃદયની તકલીફ થઇ હતી. હાર્ટ બીટ લો થઇ રહ્યાં હતા. આ તકલીફ બાદ તેનું મોત થઇ ગયું હતું. જો કે યુવકના મૃત્યુ બાદ તેનો બાયોપ્સીનો રિપોર્ટ મ્યુકોરમાઇકોસિસના સંક્રમણનું નિદાન થયું. 


આ કેસ મુદે વાત કરતાં ડોક્ટરે જણાવ્યું કે, સાયસન કે આંખમાં ઇન્ફેકશન ન થયું હોય અને સીધું જ બ્રેઇનમાં અસર થઇ હોય તેવો આ મ્યુકોરમાઇકોસિસનો પહેલો કેસ છે. આ ત્યાર સુધીની કેસ હિસ્ટ્રીમાં આવું જોવા મળ્યુ નથી. સામાન્ય રીતે મ્યુકરમાઇકોસિસના સંક્રમણમાં ત્રીજા સ્ટેજમાં બ્રેઇનને અસર કરે છે. યુવકને સાયનસ આંખ સિવાય સીધું બ્રેઇનમાં સંક્રમણ થતાં એક ચોંકાવનારો અને સ્ટડી માંગનારો કિસ્સો છે.