નવી દિલ્લીઃ જાઝિર નાઇક પર ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં નવો ખુલાસો થયો છે. જાઝિર નાઇકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફઉંડેશન 50 હજાર રુપિયા કેશ આપીને ધર્મ પરિવર્તન કરાવતું હતું. આટલુ જ નહી જાઝિરનું ફાઉંડેશનને ધર્મ પરિવર્તનના એક અડ્ડા તરીકે જોવામાં આવે છે. જાઝિર નાઇકના ફાઉંડેશન પર 800 લોકોના ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે. જાઝિરના નજીકના આર્શી અને રિજવાન મળીને ધર્મ પરિવર્તનનું કામ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જાઝિર નાઇકના ભાષણોથી પ્રભાવીત થઇને જ્યારે આઇઆરએફનો ધર્મ પરિવર્તન માટે સંપર્ક કરતા હતા. તે સમયે આર્શી કુરેશી તેને મુંબઇ બોલાવતા હતા. રિજવાન તેમને મુંબઇ પહેલાના જ સ્ટેશને ઉતારી દેતો હતો.

રિજવાન મૌલવીની જેમ કામ કરતો હતો. અને તેના રોકાવા માટેની તમામ વ્યવસ્થા કરતો હતો. સાથે જ તેના લગ્ન અને ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા કાગળ તૈયાર કરવાની જવાબદારી પણ તેના પર હતી. ત્યાર બાદ રિજવાન આ સમગ્ર પક્રિયાના બીલ આર્શીને મોકલી આપતો હતો. આર્શી જાઝિર નાઇકના ફાઉંડેશન પાસેથી પેમેંટ કરાવતો હતો.

આ સાથે મોટો ખુલાસો એ પણ થયો છે કે, ધર્મ પરિવર્તન માટે જાઝિર નાઇકનું ફાઉંડેશનને સાઉદી અરબમાંથી ફંડિંગ મળતું હતું. પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ લોકોને ધર્મ પરિવર્તન કર્યા બાદ આઇએસમાં ભરતી થવા માટે સીરિયા મોકલવામાં આવતા હતા.

આ લોકો પર કેરલની એક મહિલા મરિયમને ધર્મ પરિવર્તન કરાવીને આઇએસઆઇએસમાં સીરિયા મોકલવામાં આવી છે.