નવી દિલ્હી: ઓનલાઈન ફૂડ ડિલિવરી સર્વિસ ઝોમેટોનો ડિલિવરી બોય મુસ્લિમ હોવાથી કેન્સર કરનારા અમિત શુક્લા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જબલપુરના એસપી અમિત સિંહે આ મામલે જણાવ્યું કે, “અમિત શુક્લા વિરુદ્ધ પ્રતિબંધક ધારાઓ 107/116 હેઠળ, તેમણે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનું કામ કર્યું છે. જબપુર પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે.”


ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમિત શુક્લા નામના એક ગ્રાહકે ઝોમેટોના ડિલિવરી બોય પાસેથી એટલા માટે ખાવાનું લીધું ન હતું કે તે મુસ્લિમ હતો. તેણે ટ્વિટ કરી લખ્યું હતું કે, “અત્યારે ઝોમેટો પર એક ઑર્ડર કેન્સલ કર્યો. તેમણે બિન હિંદુ રાઈડર (ડિલિવરી બોય)ને ડિલિવરી માટે મોકલ્યો હતો. તેના પર તેણે રાઈડર બદલાનો ઇનકાર કરી દીધો અને ઓર્ડર કેન્સર કરવા અને રિફન્ડ માટે ઇનકાર કરી દીધો.”

તેના બાદ ઝોમેટો તરફથી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વ્યક્તિને જવાબ આપ્યો હતો કે, “અન્નનો કોઇ ધર્મ નથી હોતો પરંતુ અન્ન એક ધર્મ છે.”


તે સિવાય દીપેન્દ્ર ગોયલે ટ્વિટર પર લખ્યું કે, અમે ભારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોના કારણે જો બિઝનેસને કોઇ પ્રકારનું નુકસાન પહોંચે છે તો એ માટે અમને દુખ નહી થાય.