જામનગર: શહેરમાં આવેલી સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનો બ્લોક ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 10થી 12 લોકો દબાયા હોવાની શક્યતા છે. હાલમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.  8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.


દુર્ઘટનાની જાણ થતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મેયર હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે. ધરાશાયી થયેલો બ્લોક 30 વર્ષ જૂનો હોવાની માહિતી સામે આવી છે. સાધના કોલોની જામનગર ખાતે ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગમાં સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં કુલ 8 લોકોને બહાર કાઢી સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમજ હિટાચી, જે.સી.બી. સહિતના સાધનોથી ફાયર, પોલીસ, મા.મ.વિભાગ, 108, પી.જી.વી.સી.એલ, આરોગ્ય સહિતના વિભાગો બચાવ કામગીરીમાં જોડાયા છે.


 



બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો તાગ મેળવશે કોંગી નેતાઓ


બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીને સોંપાઈ છે. કચ્છ જિલ્લાની જવાબદારી લલિત કગથરા,જાવેદ પીરઝાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે.


તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચના આપવામાં આવી


જામનગર અને દ્વારકા જિલ્લાની જવાબદારી અમરીશ ડેર,ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસોયાને સોંપાઈ છે. પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી,ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલીયાને સોંપાઈ છે. સરકારે કરેલી જાહેરાત કેટલી મદદરૂપ,જાહેરાત મુજબ સહાય મળી કે નહિ તે કોંગ્રેસના આગેવાનો ચકાસશે. પરિસ્થિતિ જાણીને તે અંગે કલેકટરને આવેદનપત્ર આપશે. જે તે ગામમાં વીજળી પહોંચી કે હજુ પહોંચી નથી તે કોંગ્રેસના આગેવાનો તપાસ કરશે. તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચના આપવામાં આવી છે.


બિપરજોય વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાન અંગે સહાયની જાહેરાત


બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000 ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાય ચૂકવાશે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.