જામનગરઃ રાજ્યમાં ફરી એકવાર મૃતકને કોરોના વેક્સિન અપાયાનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર જામનગરમાં મૃતકને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ અપાયાનો આરોપ લાગ્યો છે. જામનગરમાં વિપક્ષ સભ્ય અસ્લમ ખીલજીએ કમિશ્નરને મૃતકને બીજો ડોઝ લાગ્યાના પુરાવાઓ મોકલ્યા હતા. આ બાબત ખુબ જ ગંભીર હોય તેના પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કમિશ્નરને મોકલેલા પુરાવાઓમાં ઉલ્લેખ છે કે, જેંતીલાલ પરમાર નામના વ્યક્તિ કે જેઓ 30 એપ્રિલ 2021ના રોજ અવસાન પામેલા છે. તેમને 30 નવેંબર 2021ના રોજ વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટિફિકેટ આવ્યું હતું.




 


રાજકોટમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી 


 શહેરમાં ગેસ સીલીન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. રામેશ્વર મેઈન રોડ પર આવેલ બાબરિયા કોલોનીમાં એક મકાનમાં ગેસ સીલીન્ડર ફાટ્યો છે. ગેસ સિલિન્ડર ફાટતા આગ ફાટી નીકળી હતી. સદનસીબે કોઈ ઈજા કે જાનહાની નહિ. ઘરમાં મોટા ભાગની ઘરવખરી બળીને ખાક થઇ છે. હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસ શરુ થયા છે. આગની ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.


ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકોમાં ડરનો માહોલ છે, ત્યારે ગુજરાતમાં પણ આ નવા વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ લોકોમાં ડર પેસી ગયો છે. નવા વેરિયન્ટના ડરને કારણે રાજકોટની સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 


સરકારી અને ખાનગી સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં 4 થી 5 ટકાનો ઘટાડો થયો છે. ઓમીક્રોન અને ઠડા વાતાવરણના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. નવા વેરિયન્ટથી અમુક વાલીઓ બાળકોને સ્કૂલે નથી મોકલી રહ્યા. નાના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે નથી મોકલી રહ્યા. માંડ માંડ સ્કૂલો શરૂ થઈ ત્યાં ઓમોક્રોનનો ડર વાલીઓને સતાવી રહ્યો છે. 


 


Omicron threat : UKથી અમદાવાદ એરપોર્ટ પર આવેલો મુસાફરો સંક્રમિત મળતાં તંત્ર થયું દોડતું, જાણો શું લીધા પગલા?


Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર


Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ


Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં