જામનગરઃ રાજ્યમાં રવિવારે યોજાયેલી અમદાવાદ, જામનગર સહિત છ મનપાની ચૂંટણીના પરિણામે આજે જાહેર થઈ રહ્યા છે. જામનગરમાં કોંગ્રેસની હાર બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ નેતાઓ પર આક્ષેપ કર્યા હતા.


જામનગર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હાલ રાજ્યસભાના પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર છે. જાડેજાએ તેમનું નામ લીધા વગર કહ્યું, પ્રભારીઓ દ્વારા ઉમેદવાર પસંદગીમાં કરેલા ફેરફારનું આ પરિણામ છે. શહેરમાંથી સૂચવવામાં આવેલા નામ બદલવામાં આવતા પક્ષની હાર થઈ છે.

જામનગરમાં કોંગ્રેસે 16 વોર્ડમાં 62 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અહીં કુલ 236 ઉમેદવારો વચ્ચે જંગ છે. 2015ની ચૂંટણીમાં જામનગરમાં કોંગ્રેસના 24 ઉમેદવારો વિજેતા બન્યા હતા.