જામનગર: જામનગરના એક ડૉક્ટર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. ડૉક્ટર દ્વારા દર્દીઓ માટે એક ઓફર લાવવામાં આવી છે. આ ઓફરને લઈ હાલ તો ડૉક્ટર ચર્ચાનો વિષય બન્યા છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ક્લિનિક ધરાવતાં ડો.રવિ પરમારે પ્રકાશિત કરેલી એક પત્રિકા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડીંગ છે ! આ પત્રિકા મુજબ  કહેવામાં આવ્યું છે કે, જે જરૂરિયાતમંદ દર્દીઓ હશે એમને ઘરેથી અમારાં દવાખાને આવવા અને દવાખાનાથી પરત ઘરે જવા- ફ્રી ઓટોરિક્ષા સર્વિસ અમો આપીએ છીએ.


આ ઓફર હાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડ


શહેરમાં લોકપ્રિય બનેલી આ ઓફર હાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડ કરી રહી છે, જો કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના વલણ અનુસાર ઘણાં લોકો આ ઓફર ટ્રોલ પણ કરી રહ્યા છે.  આ ઓફર આપનાર ડો.રવિ પરમારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, લોકો તથા દર્દીઓ આ ઓફર સંબંધે મને અભિનંદન આપી રહ્યા છે, આ સ્કીમ નથી, સુવિધા છે.




લાખો લોકો કોમેન્ટ અને શેયર કરી રહ્યા છે. આ તબીબે વાયરલ પત્રિકામાં ઓફર કરી છે કે જે જરૂરિયાતમંદ દર્દીઓ હશે એમને ઘરેથી અમારાં દવાખાને આવવા અને દવાખાનાથી પરત ઘરે જવા- ફ્રી ઓટોરિક્ષા સર્વિસ અમો આપીએ છીએ. આ સ્કીમ નથી, સેવા અને સુવિધા છે. કારણ કે, ડોક્ટરનો વ્યવસાય શેરબજાર કે હીરાબજાર માફક કમાણી કરી લેવાનો, નફામાંથી સંપત્તિઓ વસાવી લેવાનો ધંધો કે બિઝનેસ નથી. અમો દર્દીઓની આર્થિક સ્થિતિઓ સમજીએ છીએ. અમો ડોક્ટર ફી પણ માત્ર રૂ. 100 જ લઈએ છીએ અને આ ઓટો સર્વિસ ફ્રી આપીએ છીએ.


પ્રથમ 100 દર્દીઓ પાસેથી ડોક્ટર ચાર્જ ન લેવાની પણ ઓફર


આ ઉપરાંત આ તબીબે એક વર્ષ માટે પ્રથમ 100 દર્દીઓ પાસેથી ડોક્ટર ચાર્જ ન લેવાની પણ ઓફર જાહેર કરી છે. લોકો આ સારી ભાવનાને જો કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ તબીબ કહે છે કે,  અમે લોકોના પોઝિટીવ કે નેગેટિવ પ્રતિભાવ પર ધ્યાન આપતાં નથી. અમારો હેતુ દર્દીઓની સેવા સુવિધાઓનો છે. 


Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ