રાજકોટઃ ગુજરાતમાં એક સપ્તાહમાં રાજ્યસભાના બીજા સાંસદનું કોરોનાથી નિધન થયું છે. અહેમદ પટેલના નિધન બાદ આજે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઈમાં સારવાર દરમિયાન નિધન થયું છે. ભારદ્વાજના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો છે.


PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. તે વાતનું દુઃખ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર મન ગુમાવી દીધું છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર. તેના પરિવાર અને મિત્રોને સંવેદના. ઓમ શાંતિ.



ભારદ્વાજનો જન્મ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં થયો હતો.  એસએસસી ભારતમાં કરી અખબારથી લઈને ધારાશાસ્ત્રી બનેલા અને રાજકોટને કર્મભૂમિ બનાવનારા અભય ભારદ્વાજ 1977માં ભારતીય જનતા પાર્ટીમાં 23 વર્ષની વયે શહેર જિલ્લાના મંત્રી બન્યા હતા.

હિન્દુ મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલજગત સહિતના દરેક આયોજનોમાં રસ લેનાર અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂટિંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. સાથે જ ફિલ્મમાં જજનો રોલ કર્યો હતો. બાપા સિતારામ નામની ગુજરાતી ફિલ્મમાં ક્લેક્ટરનો રોલ કર્યો હતો.

અભયભાઈના પરિવારમાં પત્ની અલ્કાબેન અને ત્રણ સંતાનોમાં સૌથી મોટા આશ્કાબેન, એડવોકેટ અમૃતાબેન અને પુત્ર અંશ છે.

દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક

India vs Australia: આવતીકાલે કોહલી 23 બનાવશે તૂટી જશે સચિનનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત