નવી દિલ્લીઃ હૈતીમાં ભીષણ નુક્સાન પહોચાડ્યા બાદ અમેરિકાના ફ્લોરિડા તટ પર 'મૈથ્યું' તોફાન પહોંચ્યું હતું. આ તોફાનમાં ચાર લોકોના માત થયા હતા. આ તોફાનમાં હૈતીમાં 400 લોકોના મોત થયા છે. ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધ્ય ફ્લોરિડાની સેંટ લૂસી કાઉંટીમાં 58 વર્ષીય એક મહિલાને રાતે હાર્ટેટેક આવ્યો હતો. પરંતુ 'મૈથ્યુ' તોફાનને કારણે ફાયરની ટીમ મહિલા સુધી પહોંચી શકી નહોતી. સેંટ લુઇસ કાઉંટીમાં ફાયર વિભાગના પ્રવક્તા કૈથરીન ચાનીએ જણાવ્યું હતુ કે, ફાયર કર્મી મહિલા સુધી પહોંચી ના શક્તા મહિલાનુ મોત થયું હતું.

આવી જ રીતે બચાવ દળને સવારે 82 વર્ષીય એક વૃદ્ધ વિશે માહિતી મળી હતી કે તેમને શ્વાસ લેવામં તકલીફ પડી રહી હતી. લક્ષણોથી એવુ લાગી રહ્યું હતું કે, તેમને હાર્ટેટેક આવ્યું હોય. કૈથરીને જમાવ્યું હતું કે, 'અમે તેજ હવાને કારણે ત્યાં પહોંચી શક્યા નહતા.' તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધાને એક ખાનગી વાહનથી નજીકની હૉસ્પિટલમાં દાખલ કવરામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ મોત થઇ ગયું હતુ. કાઉંટીના પ્રબંધક જિમ ડિન્નીને જણાવ્યું હતુ કે,વોલૂસિયા કાંઉટીમાં એક મહિલા શુક્રવારે બપોરે તોફાન ધીમુ પડ્યા બાદ જાનવરોને ચારો ખવડાવામા માટે બહાર નીકળી હતી. તે દરમિયાન તેના પર ઝાડ પડતા તેનું મોત થઇ ગયું હતું.

ઉલ્લખનીય છે કે, આ સપ્તાહના શરૂઆતમાં કૈરેબિયન ક્ષેત્ર ઉઠેલા શ્રેણી 5 તોફાનેે હૈતી, ક્યૂબા અને ડોમિનિકન ગણરાજ્યમાં ભારે તારાજી સર્જી હતી. આ કારણએ ડોમિનિકન ગણરાજ્યમાં ચાર લોકોના મોત થયા હતા.'મેથ્યું'ને શુક્રવારે બીજી શ્રેણીના તોફાન તરીકે માપવામાં આવ્યું હતું. પૂર્વોત્તર ફ્લોરિડા તટ પહોંચેલા 'મૈથ્યૂ'ના લીધે 175 કિમી પ્રતિ કલાકની સ્પીડ હતી.