પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અનેક લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. ત્યારે પાટણમાં 80 વર્ષીય વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવતા ધારપુર આઇસોલેશનમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.


વૃદ્ધાને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા ત્યારે જાતે પાણી ન પણ પી શકે કે ના બાથરૂમ પણ જઈ શકે તેવી સ્થિતિમાં વૃધ્ધા હતા. ધારપુર કોવિડ વોર્ડના સ્ટાફે તમામ પડકારો વચ્ચે વૃધ્ધાની સારવાર કરી હતી. તેમજ વૃધ્ધા સાજા થતાં આઇસોલેશનમાંથી રજા આપી ઘેર મોકલ્યા છે.

નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 71 કેસ નોંધાયા છે. જેમાંથી 30 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. હવે પાટણમાં 37 એક્ટિવ કેસ છે. આ આંકડા ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીના છે.